________________
यद् यद् विभूतिमत्सत्वं श्रीमदूर्जितमेववा
तत्त देवावगच्छत्वं मम तेजोऽश संभवम् –જે જે સાત્વિક શ્રી સંપન્ન અને તેજસ્વી વિભૂતિમાન સન્ત છે તેને તું મારા તેજના અંશથી જ પેદા થયેલો સમજા
શ્રીમદ ભાગવતમાં ભગવાન ઋષભદેવને અને બુધ્ધને અવતારે તરીકે માનવામાં આવ્યા છે. એ જ રીતે વેદમાં પણ ઋષભદેવ, નેમિનાથ વગેરેને વંદન કરવામાં આવેલ છે. ઇસ્લામમાં પણ કહ્યું છે -
અનુ કુ મહિમ મિન કુમ –અમે તે રસૂલો અને પૈગંબરોમાં કોઈ જાતને ફરક કરતા નથી.
કહેવાને ટૂંક સાર એ છે કે બધા ધર્મસંસ્થાપકોને આદર કરે એ કોઈ નવીન પ્રણાલિકા નથી, પણ પ્રાચીન શ્રધ્ધાની અનુકરણીય પરિવાહી છે.
તે ઉપરાંત સુદેવ કે કુદેવ એ તો આપણું માન્યતાએ ઊભા કરેલા ભ્રમ છે. જે વ્યક્તિ જે યોગ્ય હોય તેને તે રીતે પૂજવી જોઈએ. માતા-પિતાને વંદનીય ગણાય પણ તેમને આહંત કેવળી માનવા એ કુદેવપૂજા થશે; પણ તેમના ઉપકાર ગણવી તેમની સેવાચાકરી થાય તે તે સુદેવપૂજા-માદેવભવ વ. સુત્ર પ્રમાણે થશે. એવી જ રીતે વીતરાગની પૂજા ધન-લાલસા કે પુત્ર માટે કરવામાં આવે તો તે કદેવપૂજા થશે. પણ, સિધ્ધ-બુધ્ધ મુક્ત થવા માટે કરવામાં આવે તો તે સુદેવપૂજા થશે. વકીલ, ડોકટર, શિક્ષક દરેકને તેના ધંધા પ્રમાણે માન આપીએ અને કામ લઈએ તે તે યોગ્ય ગણાશે. એવી જ રીતે દરેક ધર્મના મહાપુરૂષોને તેમના ગુણે પ્રમાણે માન આપવું એજ ખરી સુદેવ પૂજા કહેવાશે. એટલા માટે જ સર્વધર્મ પ્રાર્થનામાં દરેક ધર્મ સંસ્થાપકના વિશિષ્ટ ગુણોને ઉલ્લેખ કર્યો છે, જેથી તે સ્તુતિ કરતા જીવનને ઉપયોગી દરેક ગુણ મળે અને ધર્મને નામે પરમ શાંતિ મળે.
' કેટલાક લોકો ઉદાર હોવા છતાં એટલે પક્ષપાત જરૂર રાખતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com