________________
તેઓ વટલાઈ જશે; કાફર થઈ જશે કે તેમનું સમક્તિ ચાલ્યું જશે. સાચો ધર્મ કદિ વટલાત નથી, સાચું ઈમાન કદિ ટળતું નથી; તેમજ સાચા દેવ-ગુરુ અને ધર્મની શ્રદ્ધા કદિ નાશ પામતી નથી. સત્ય ઉપર કોઈ પ્રકારની છાપ નથી કે આ હિંદુનું સત્ય કે આ મુસલમાનનું સત્ય. સત્ય-જે એવા રંગે રંગાઈ જતું હોય તો તે કદાપિ સત્ય ન હોઈ શકે.
તે ઉપરાંત સમકિત ભંગ થઈ વનયિક મિથ્યાત્વ ત્યારે થાય છે જ્યારે કોઈપણ વાતનો વિવેક કર્યા વગર, સારાં માઠાં બધાંને સારો તને ગણવા. વિનય-મિથ્યાત્વ તો વિવેક વગરની દરેક ક્રિયામાં લાગે છે. પિતાના માનેલા ધર્મમાં રહેલ અશુદ્ધિઓ, દે, અનિષ્ટોને દૂર ન કરીને તેમની પણ પ્રશંસા કરવી એ વિનય મિથ્યાત્વ છે. તે તો અવિવેક દર્શાવે છે. ત્યારે સર્વધર્મોપાસનામાં પ્રારંભથી જ વિવેક ઉપર તે સંપૂર્ણ ભાર મૂકવામાં આવ્યું છે. એક રીતે આપણે તેને વિવેકની સીમા કહી શકીએ છીએ.
એટલે સર્વધર્મોપાસકે તે સતત વિવેક જાળવવાનું છે. કદાચ સર્વધર્મોપાસકને એમ પણ કહેવામાં આવે કે અમે જે રીતે અમારા ધર્મગુરને પૂજીએ છીએ તે રીતે તમારે પણ પૂજવું–માનવું અને સમજવું જોઈએ. આ એક ભયસ્થાન છે અને તેના કારણે શુક ક્રિયાકાંડેની મૂઢતા તરફ વળી જવાને અંદેશ રહે છે. સર્વધર્મોપાસકે ત્યાં સંપૂર્ણ સાવચેતી રાખી ગુણગ્રહણતાને પ્રધાનતા આપીને આદરમાન પ્રગટાવી બધા ધર્મો સાથે આત્મીયતા પ્રગટાવવાની છે. નવીન નહીં પણ પ્રાચીન પ્રથા
આમ જ્યારે અન્ય ધર્મના દેવને દેવ માનવાની વાત આટલી મક્કમતાથી કહેવામાં આવે છે ત્યારે ઘણાને આ કોઈક તૂત લાગશે. ખરેખર એવું નથી.આપણે અગાઉ જાણી ગયા તેમ અગાઉના પરમપુરુષોને શ્રદ્ધાથી માનવાની આ એક પ્રાચીન પ્રણાલિકા છે. એટલે જ કરડે દે, લાખ પયગંબરો, ઠેર ઠેર મસીહાઓ, અનંત સિહો વગેરે શબ્દોને પ્રયોગ થાય છે. તેના સંદર્ભમાં અન્યલિંગ સિદ્ધા, ગૃહસ્થલિંગ સિદ્ધા, અતીર્થ સિહા વગેરે મુક્તિગામી પ્રકાર જૈનેમાં મળે છે, એટલું જ નહીં જૈનેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com