________________
ખ્રિસ્તી ધર્મના ઊંડાણમાં
સર્વધર્મ ઉપાસના અંગે ઘણું વિશદ ચર્ચા થઈ છે. તેમાં એ. વિચારવામાં આવ્યું છે કે (૧) કોઈને વટલાવ નહીં; (૨) વેશ. પરિવર્તન કરાવવું નહીં; (૩) બધા જ ધર્મોને પિતાના માનવા; અને (૪) પોતાના ધર્મનું સંશોધન કરવું. આ ચાર અગે ધર્મના કહ્યાં છે અને તેને લક્ષીને સર્વાધમ ઉપાસનાનું લક્ષ્ય રાખવાનું કહ્યું છે.
જ્યાં સુધી ધર્મ અંગે ઊંડે વિચાર નહીં થાય ત્યાં સુધી ધર્મના નામે જે અનિષ્ટો, અંધશ્રદ્ધા અને વેશવિરોધે થાય છે તેને અટકાવી શકાશે નહીં. એટલે હવે દરેક ધર્મના ઊંડાણમાં ઊતરીને તેની શું શું ખૂબીઓ છે તે અંગે જરા વધારે વિસ્તારથી વિચાર કરવાને છે.
આ જગતમાં જેને વિસ્તાર-પ્રસાર ઘણે છે. એવા ચાર ધર્મો છે. ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ ધર્મ, બૌદ્ધ ધર્મ અને હિંદુ ધર્મ. આ ધર્મો ઉપર જૈન ધર્મ–પારસીધર્મ વ.ને પ્રભાવ એક યા બીજી રીતે પડ્યો છે પણ અનુયાયીઓની દ્રષ્ટિએ આ ચાર ધર્મોનું આગળ પડતું સ્થાન છે.
આજે ખ્રિસ્તી ધર્મના ઊંડાણમાં ઊતરીને વિચાર કરશું. ખ્રિસ્તી ધર્મને પાયે :
ખ્રિસ્તી ધર્મને વિસ્તાર જગતમાં મોટા પાયા ઉપર છે. તેમાં પણ ખ્રિસ્તી લોકોએ શિક્ષણ અને આરોગ્યની બાબતમાં આખા જગતમાં બહુ મોટું કાર્ય કર્યું છે. જગતની પછાત અને તિરસ્કૃત જાતિને ઉદ્ધાર, ભલે ધર્મપ્રચારની ભાવનાથી તેમણે કર્યો પણ, એ મોટું કાર્ય તેઓ કરી શક્યા છે. હિંદમાં આદીવાસી અને હરિજનેને એમણે ચાહ્યા, આફ્રિકાના ઘોર જંગલોમાં જઈને પણ તેમણે સંસ્કાર રેડવાનું કાર્ય કર્યું. આ માટે જોવા જઈએ તે ખ્રિસ્તી ધર્મના મૂળમાં માનવસેવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com