________________
હેય છે કે બીજા ધર્મોના દેવ કે પરમગુરુઓ કંઈક સારા હોઈ શકે પણું પરિપૂર્ણ અને પૂર્ણ નિર્દોષ તો અમારાજ દેવ છે. અહીં સર્વધર્મોપાસકે પક્ષપાત પૂર્ણ આવા ખેટા વિશ્વાસનું ખંડન કરી; સત્ય સમજાવવાની જરૂર છે.
આ રીતે જ્યારે એક બીજાના ધર્મના મહાપુરૂષોની સ્તુતિ-કદર થશે; નિષ્પક્ષ બનાશે અને ઊંડાણથી વિચાર થશે તે બધા ધર્મના ઝઘડા આપોઆપ શમી જશે. જયારે સમભાવ હશે અને સાથે વિવેક ભળશે ત્યારે રામ અને કૃષ્ણના કર્મયોગ ઉપર આશ્ચર્ય થશે; બુદ્ધ અને મહાવીરના ત્યાગ તપનું ખરું મૂલ્યાંકન સમજાશે. તેમજ ઈશું અને મુહંમ્મદની સેવા અને સંગઠનનું નવું મહત્વ સમજાશે.
આમ થતાં બધા ધર્મસંસ્થાપક પિતાનાજ લાગશે; પૂજ્ય લાગશે અને તેમનાં ગુણગાન વહાલાં લાગશે. પછી તો મંદિરમાં પણ તમને પરમ શાંતિ મળશે; મરિજદમાં પણ ઈશ્વરનું ઘર દેખાશે અને દેવળ– ચર્ચમાં પણ ધર્મ સ્થાનકને આદર પ્રગટશે.
ચર્ચા- વિચારણું - શ્રી. માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “મારા નમ્ર મતે (૧) સત્ય ઉપરની શ્રદ્ધા, (૨) પાખંડને પ્રતિકાર, અને (૩) સમાજમાં શુદ્ધ વહેવારની સ્થાપના થાય, તે ધર્મ અને ગુરુ તથા સાધુસંસ્થા પરની શ્રદ્ધા ટકી રહે અને છતાં મૂઢતા સ્વ પર બન્નેની દૂર થઈ જાય. ધર્મ એ જીવવાની વસ્તુ છે. આ ધર્મ સમજીને જે આકાર આપે તેજ સર્વધર્મ સમન્વય કરી શકે.
ધર્મને વેપારની વસ્તુ કહેવાતા મહેતાએ પ્રાયઃ કરી છે. પ્રજાની સમજ અને પ્રયોગ પરથી અસરકારકતા જેટલી વધે તેટલી બજારૂ વસ્તુ–વેપારની વસ્તુ દૂર થઈ જાય. બજારૂ વસ્તુ સમાજમાં થોડા વખત, જેર કરે પણ અંતે તે સત્ય પ્રકાશતાં તે જેર ઝાંખું પડી જ જાય છે. આપણે તે વિધેયાત્મક માર્ગેજ જવાનું હેઈ ભીતિ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com