________________
પયંગબર લો, મસીહા લો કે ભગવાન લે; બધાના જીવનમાં ઘણું અંતર હોવા છતાં, તેમણે પિતાના કાળે જે કાર્ય કર્યું છે તેના કારણે સહુને પૂજનીય ગણ્યા છે. કદાચ એમના જીવન-કવનમાં સમાનતા ન હોય પણ તેમના ઉદેશમાં વિરોધ ન હતા. તેઓ એટલા જ લોકહિતૈશ્રી અને લોકવંધ હતા. આમ તે જેનેના ચેવીસ તીર્થંકર અને બૌદ્ધોના ૨૪ બુદ્ધોનાં જીવનમાં ઘણું અંતર હોવા છતાં તે બધાને એકસરખા પૂજનીય ગણ્યા છે. દરેકે પોતાના કાળમાં પિતાની તે વખતની પરિસ્થિતિમાં લોકસમાજમાં જે અત્યાચાર–અનાચાર, કે અનિષ્ટ ફેલાતો હતો તેને દુર કરવા પ્રયત્ન કર્યો હતો અને ત્યાંના માનવ સમાજની તે વખતની પરિપાટીને સુધારણાને નવો વળાંક આપ્યો હતો. એટલે હજરત મુહંમદના બદલે જે બુદ્ધ અરબસ્તાનમાં થયા હતા તે તેમને હજરતમુહંમદે કર્યું તેજ કરવું પડત. વળી ભગવાન મહાવીર અને બુદ્ધ સમકાલીન હતા. તે છતાં પોતાની શકિત અને રૂચિ પ્રમાણે કોઈક ભગવાન મહાવીરને કઠેર સંયમ માર્ગ લેતા, તે કઈ ભગવાન બુદ્ધના માર્ગે ચાલીને આત્મહિત કરી શકતા હતા. મૂળ વાત તો એજ મહત્વની છે કે તેમણે તાત્કાલિક જીવનની વિસંવાદિતાઓને દુર કરી હતી અને જુનાં વિકૃતિઓનાં જાળાને ખંખેરી ધર્મ સંસ્કૃતિને શુદ્ધ કરી હતી.
આપણે ત્યાં સારવાર કરવા માટે અલગ અલગ ચિકિત્સા છે, એલોપથી, હોમિયોપથી, આયુર્વેદિક, યુનાની અને કુદરતી ઉપચાર. દરેક ચિકિત્સા પદ્ધતિનો દર્દીઓ લાભ લે છે અને દરેક પદ્ધતિના નિષ્ણાત ડેકટર પાસે જાય છે. કારણકે તેમને એવો વિશ્વાસ છે કે ત્યાં જઈને તેઓ ઠીક થશે. પણ એના ઠેકાણે લોકો બાઝતા નથી કે આ પદ્ધતિ સારી કે આ નિષ્ણાત સારા અને બીજા ખરાબ ! એવી જ રીતે ધર્મોનું સમજવાનું છે. જેમ દરેક વૈદકીય પદ્ધતિમાં દર્દીને સાજા કરવાનું ધ્યેય છે. એવી જ રીતે દરેક ધર્મનું અને ધર્મ સ્થાપકનું કાર્ય પણ લોકકલ્યાણ કરવાનું છે. હવે જ્યાં પિતાનું વધારે કલ્યાણ થતું હોય ત્યાં લોકોએ જવું જોઈએ. પણ, એના કારણે એકને સારી અને બીજાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com