________________
વડવા ન જોઈએ. દરેક મહાનપુરૂષએ ધર્મની સ્થાપના કરી ત્યારે તે વખતે ત્યાંના, તે કાળના લોકોનું હિતજ તેમના મનમાં હતું. પણ પાછળથી તેમાં મમત્વ, અહંકાર કે માની લીધેલી શ્રેષ્ઠતા ગ્રંથના કારણે અનુયાયીઓ તે મહાપુરૂષોની ખેટી તુલના કરતા હોય છે. અને અન્ય મહાપુરૂષોને બેટી રીતે ચિતરતા હોય છે.
દરેક મહાપુરૂષોને આદર કરવો એનો અર્થ એ નથી કે દરેક વાતનું આંધળું અનુકરણ કરવું જોઈએ. દરેક વાતમાં વિવેકનાં ત્રણ અગે ય (જાણવું) હેય (ત્યાજય) અને ઉપાદેય (ઉપયેગી)ને ખ્યાલ તે રાખવો જ રહ્યો અને તે આ બાબતમાં પણ હોવું જોઈએ. ટુંકમાં એજ કહેવાનું છે કે “મહાપુરૂષો મહાપુરૂષો વચ્ચે ઉચ્ચ-નીચતાને ભેદ આપણી દષ્ટિએ પેદા કરવો ન જોઈએ.” આની એક ઉજજવળ દિશા એ છે કે બધા ધર્મના સંસ્થાપકોએ પોતાના અગાઉના મહાપુરૂષેની પ્રશંસા અને સ્તુતિ કરી છે. જેમકે મૂસાએ ઈબ્રાહીમની, ઈશુએ મુસા અને ઈબ્રાહીમની તેમજ મુહમ્મદ ઈશુ, મૂસા અને ઈબ્રાહીમની પ્રશંસા કરી છે. ભગવાન મહાવીરે પાર્શ્વનાથને તીર્થકર ગણાવ્યા છે તેમજ રામકૃષ્ણની પણ તેમણે પ્રશંસા કરી છે. ભગવાન બુદ્ધ પિતાની અગાઉ ૨૩ બીજ દીકરો માન્યા છે અને હિંદુ ધર્મ વિલંબીઓએ તેમને પિતાના અવતારમાં ગણાવી લીધા છે. એટલે રામકણનું નામ આવતાં
જેને મોટું કટાણું કરે કે બુદ્ધ મહાવીરનું નામ આવતાં હિંદુઓ મેં બગાડે તે ખોટું છે. એવું જ ઈસાઈ અને મુસ્લિમોએ સમજવાનું છે. સર્વધર્મોપાસકની ફરજ :
એટલે સર્વધર્મોપાસકની એ પવિત્ર ફરજ છે કે તે દરેક ધર્મ સંસ્થાપકના નામે વેરવિખેર થએલ માનવસમાજને પ્રેમસુત્રમાં બાંધવાને પ્રયત્ન કરે દરેક ધર્મ સંસ્થાપકોની લોકહિતે પિતાનું મૂલ્યાંકન કરી તેમનું સન્માન કરે. તેનાથી પરસ્પર પ્રેમ વધશે અને વેરવિરોધ શમતાં શાંતિ થશે અને સોનું કલ્યાણ થશે.
ઘણા લોકો એમ માને છે કે સર્વધર્મ ઉપાસના કરવા જતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com