SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ यद् यद् विभूतिमत्सत्वं श्रीमदूर्जितमेववा तत्त देवावगच्छत्वं मम तेजोऽश संभवम् –જે જે સાત્વિક શ્રી સંપન્ન અને તેજસ્વી વિભૂતિમાન સન્ત છે તેને તું મારા તેજના અંશથી જ પેદા થયેલો સમજા શ્રીમદ ભાગવતમાં ભગવાન ઋષભદેવને અને બુધ્ધને અવતારે તરીકે માનવામાં આવ્યા છે. એ જ રીતે વેદમાં પણ ઋષભદેવ, નેમિનાથ વગેરેને વંદન કરવામાં આવેલ છે. ઇસ્લામમાં પણ કહ્યું છે - અનુ કુ મહિમ મિન કુમ –અમે તે રસૂલો અને પૈગંબરોમાં કોઈ જાતને ફરક કરતા નથી. કહેવાને ટૂંક સાર એ છે કે બધા ધર્મસંસ્થાપકોને આદર કરે એ કોઈ નવીન પ્રણાલિકા નથી, પણ પ્રાચીન શ્રધ્ધાની અનુકરણીય પરિવાહી છે. તે ઉપરાંત સુદેવ કે કુદેવ એ તો આપણું માન્યતાએ ઊભા કરેલા ભ્રમ છે. જે વ્યક્તિ જે યોગ્ય હોય તેને તે રીતે પૂજવી જોઈએ. માતા-પિતાને વંદનીય ગણાય પણ તેમને આહંત કેવળી માનવા એ કુદેવપૂજા થશે; પણ તેમના ઉપકાર ગણવી તેમની સેવાચાકરી થાય તે તે સુદેવપૂજા-માદેવભવ વ. સુત્ર પ્રમાણે થશે. એવી જ રીતે વીતરાગની પૂજા ધન-લાલસા કે પુત્ર માટે કરવામાં આવે તો તે કદેવપૂજા થશે. પણ, સિધ્ધ-બુધ્ધ મુક્ત થવા માટે કરવામાં આવે તો તે સુદેવપૂજા થશે. વકીલ, ડોકટર, શિક્ષક દરેકને તેના ધંધા પ્રમાણે માન આપીએ અને કામ લઈએ તે તે યોગ્ય ગણાશે. એવી જ રીતે દરેક ધર્મના મહાપુરૂષોને તેમના ગુણે પ્રમાણે માન આપવું એજ ખરી સુદેવ પૂજા કહેવાશે. એટલા માટે જ સર્વધર્મ પ્રાર્થનામાં દરેક ધર્મ સંસ્થાપકના વિશિષ્ટ ગુણોને ઉલ્લેખ કર્યો છે, જેથી તે સ્તુતિ કરતા જીવનને ઉપયોગી દરેક ગુણ મળે અને ધર્મને નામે પરમ શાંતિ મળે. ' કેટલાક લોકો ઉદાર હોવા છતાં એટલે પક્ષપાત જરૂર રાખતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034807
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy