________________
નમસ્કારમંત્રમાં તે “અરિહતે ” અને “સિદ્ધાબેને નમસ્કાર કરવાનું છે. જે ગુણોની જ વદના છે. એ જ નહીં કેવળ વતમાન ચોવીશી નહી પણ તેની પૂર્વે થઈ ગયેલી અનંત ચોવીશી. એમ ભવિષ્યમાં થનારી અનંત વીશીને વંદનાનું વિધાન છે. એ જ પરિપાટીએ માનતુંગાચાર્ય કહે છે –
बुद्धस्त्वमेव विबुधार्चित बुद्धि बोधा, त्वं शंकरोऽसि भुवनत्रय शंकर त्वात् । घातासि धीर शिव मार्ग विधेर्विधानात् व्यक्तं त्वमेव भगवन् पुरुषोत्तमोऽसि ॥
–ભક્તામર સ્તોત્ર –દેવતાઓ પણ આપથી બેધિ પામે છે એટલે આપ જ સાચા બુદ્ધ છે ત્રણે જગતને કલ્યાણ માર્ગ બતાવનાર આ૫ હેઈને આપ જ ખરેખર શંકર-શિવ છો. અને પુરુષમાં તે આપ શ્રેષ્ઠ હેઈને સાફ પુરુષોત્તમ છે. હવે આમાં બુધની ઉપમા આપી ભગવાન બુદ્ધને, શિવની ઉપમા આપી, શિવને અને પુરુષોત્તમની માન્યતા આપી વિષ્ણુને; આદરમાન આપવામાં જ આવ્યા છે. એવી જ રીતે હેમચંદ્રાચાર્યે સ્તુતિ કરતાં કહ્યું છે :–
भव बीजांकुर जनना रागाद्याः क्षयमु पात्रतायस्य
ब्रह्मा वा विष्णुर्वा हरो, जिनो वा नमस्तस्मै ॥ –જેણે ભવ ભ્રમણના બીજાંકુર રૂપ, રાગદ્વેષને નષ્ટ કર્યા છે તેને બ્રહ્મા કહે, વિષ્ણુ કહે, શિવ કહે કે જિન કહો—તેને હું વંદુ છું.
કેવળ જૈનેના આચાર્યોમાં નહીં પણ બુદ્ધ ત્રિપિટકમાં ઠેર ઠેર ભગવાન મહાવીર માટે બુધે આ શબ્દ વાપર્યા છે – “દીર્ધ તપસ્વી જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર વદનીય છે. ”
હિંદુ ધર્મમાં ગીતાએ પણ બધા મહાપુરુષે પ્રતિ શ્રદ્ધા રાખવા વાત સ્પષ્ટ કહી છે :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com