________________
૭૮
પછી તારે ફરિયાદ કરવાનું કંઈ રહેતું નથી. શા માટે તું રામને પક્ષ લે છે? શું સીતા તારી સગી થાય છે !”
વિભીષણ પાદ દલિત થવા છતાં તેને કહે છે: “સાચે સંબંધ કેવળ લોહીને નથી; પણ ન્યાય ધર્મને સંબંધ એજ સાચો સંબંધ છે. તમે જે કામ કર્યું છે તે ખોટું કર્યું છે. તે ધર્મ-વિરુદ્ધ છે અને તમને દુર્ગતિમાં પાડનારૂં છે. માટે જ તમને દુર્ગતિમાં નાખનારા આ અધર્મ કાર્યને હું ટેકો આપી શકીશ નહીં. !
કર્તવ્યનું ક્ષેત્ર મર્યાદિત છે. જ્યારે ધર્મનું ક્ષેત્ર વિશાળ છે. કર્તવ્ય બહુ બહુ તે કુટુંબથી માંડીને રાષ્ટ્ર સુધી જશે; જ્યારે ધર્મ સમગ્ર માનવ-સમાજ અને માનવેતર પ્રાણ સુષ્ટિ-સમષ્ટિ સુધી પહોંચે છે. કર્તવ્ય-કર્તા બહુ બહુ તો પુણ્ય મેળવશે. આણે આટલું કર્યું એટલે હું પણ આટલું કરૂં. આવી મર્યાદા પુણ્યની છે. ત્યારે અપકાર ઉપર પણ ઉપકાર કરો કે બિનસ્વાર્થ પરોપકાર કર; ત્યાગ કરવો એ ધર્મની વ્યાપક મર્યાદા છે. કીડી-મંકોડી વ. જીવો ઉપર પણ કરૂણું રાખવી. ભલે તે આપણને ઉપયોગી ન થતાં હેય. આવું વ્યાપક તત્ત્વ ધર્મનું છે.
| વિભીષણ પાસે ખાવા-પીવાની બધી સગવડ હતી; બધાં સુખસાધન હતાં છતાં તેને લાગ્યું કે એક વિદેશી પુરૂષ રામ સાથે અન્યાય થઈ રહ્યો છે. આ જિંદગી કેવળ વ્યક્તિગત સ્વાર્થ સાધવા માટે કે પેટ ભરવા માટે નથી પણ ધર્મ માટે છે, તેમાં અન્યાયનું નિરાકરણ કરવાનું પણ આવે છે એટલેજ વિભીષણ રાવણને કહે છે. “મોટાભાઈ! સીતાની માફી માગી મેંઢામો તરણું લઈને રામ પાસે જાઓ. તેઓ ઉદાર પુરુષ છે, તેઓ તમને માફ કરશે અને તમે અધર્મથી બચી શકશે.”
પણ અભિમાને ચડેલા રાવણે તેનું કહેવું ન માન્યું. અંતે વિભીષણને લંકા છોડીને પોતાની બધી સુખસગવડો મૂકીને ધર્મ માટે ચાલ્યા જવું પડ્યું. પણ, ધર્મનું એક સંસ્કાર–કિરણ તે મૂકતો ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com