________________
[૫] સર્વધર્મ ઉપાસનાના પ્રશ્નો?
સર્વધર્મ ઉપાસનાનાં વિવિધ પાસાંઓની છણાવટ થઈ રહી છે. તેમજ એની અનિવાર્યતા ઉપર વિચારણું ચાલે છે. આ મુદ્દો અતિ અગત્યને છે, એટલું જ નહીં તેના અંગે અનેક પ્રશ્નો ઊભા થાય છે જે અંગે હવે વિચાર કરીએ. ધર્મના નામની સૂગ :
ધર્મ શબ્દના નામે ઈતિહાસને પાને એટલા બધા અનર્થો લખાયેલા છે કે ઘણા લોકોને ધર્મનું નામ પણ લેવું ગમતું નથી. ખાસ કરીને રશિયામાં અને લાલચીનમાં તે એટલી બધી નફરત છે કે ધર્મ જેવી કોઈ શબ્દરચનાને પણ તેઓ પસંદ કરતા નથી; એકંદરે સામ્યવાદી દેશોમાં એ પ્રચલિત કોઈ પણ પ્રકારના રૂપમાં નથી. ઈતિહાસના તાજા દાખલામાં ધર્મના નામે ભારતના ભાગલા પડયા અને પાકિસ્તાન જુદું થયું. તિબેટમાં લામાઓના નામોનિશાન પણ ન રહેવા દીધા. ધર્મયુદ્ધો, જેહાદ, વાદવિવાદ વગેરે ધર્મના નામે થયા અને તેની પાછળ લાખો વ્યકિતઓની કતલ, ત્રાસ અને જુલમ વગેરે ગુજારવામાં આવ્યા.
એટલે ઘણાનું માનવું એ છે કે એ શબ્દને બદલી જ નાખે અને કર્તવ્ય શબ્દ વાપરી “સર્વ–કર્તવ્ય ઉપાસના” એવું નામ રાખે, એમાં શું ખોટું છે? અત્યારે તે પરસ્પર કર્મકાંડે, વિધિ-વિધાને તેમજ ગુરુ અને દેવ અંગે ધર્મો અથડાઈ રહ્યા છે. ત્યારે દરેક ધર્મમાંથી તારવવાનું છે તે અહિંસા, સત્ય, ન્યાય, પ્રેમ વગેરે તત્ત્વ-પવિત્ર કર્તવ્યો. તે પછી ધર્મના બદલે “કર્તવ્ય” નામ રાખવું વધારે બંધ બેસશે.
પણ આ તે થઈ ધર્મની એક બાજુ, પણ તેની બીજી બાજુને પણ સળંગ ભવ્ય ઈતિહાસ પડે છે. તેમાં ધર્મના નામે ત્યાગ-તપબલિદાન અને સમસ્ત લેકના કલ્યાણ માટે જીવન સમર્પણના એ ટલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com