________________
७४
શક્તિ અને સ્વધર્મ સંશોધનને ગુણ હેય તે અનેરો ધર્મ ઝનૂનનાં આક્રમણ સામે પણ ટકી શકાય છે.
દા. ત. ઈસ્લામમાં “એક પ્રભુ” તે વિષ્ણુએ કહ્યું અમારે હરિ પણ એક છે. (૨) તમે નમાઝ પાંચ વખત ભણે છે તે અમે પણું પ્રભાતી, મંગળા, ભગ, શયન અને દર્શન એમ પાંચ વાર પ્રભુને પૂજશું. (૩) તમે “જકાત”ની વાત કરે છે તેમ અમે ભગવાનને ભોગ ધરાવીને પ્રસાદી લઈએ છીએ. (૪) તમે જેમ ખુદામાં સમર્પિત થાઓ છો તેમ અમે પણ બ્રહ્મ સંબંધ જોડીએ છીએ. અને બહેનોને પણ છૂટ આપીએ છીએ. (૫) નાતજાતના ભેદ રાખતા નથી તેમ અમે પણ નાથજીના પડિયા સૌને ભેદભાવ વગર આપીશું.
આ એક રીત થઈ. બીજી રીત કબીર નાનકની થઈ. જ્યાં હિંદુ મુસ્લિમ બન્નેનું સંકલન કરી ધર્મનું નવું જ સ્વરૂપ સર્જાયું. એવા યુગમાં સુર, તુલસીએ પિતાના તત્વને સંભાળી રાખ્યું. ટુંકમાં હિંદુધર્મ આવી વીરાચિત ઉદારતાથીજ ટકી રહ્યો છે.
સંત મંસૂર અને સૂફી મત :
પૂ. દંડી સ્વામીએ સૂફી મતની ચર્ચા નીકળતાં સંત મંસૂરને દાખલો આપતાં કહ્યું: “તેણે કહ્યું કે હું અવતારવાદમાં માનું છું. અલ્લાહ અને ઈન્સાન જુદા નથી. તેને ફાંસીએ ચઢાવવામાં આવ્યો તે ત્યાં પણ શબ્દ નીકળે “અનલહક!” રાખમાંથી પણ એજ શબ્દ નીકળે. અને રાખને પાણીમાં નાખવામાં આવી તો પણ એજ શબ્દ નીકળે. અનલહક, એટલે યર્જુવેદના મહામંત્ર “અહં બ્રહ્માસ્મિ”ને અર્થ થાય છે. આમ ધર્મ સિદ્ધાંતની એક્તા મળે છે.
તે ઉપરાંત સંત ફકીર અંગે પણ એકતા મળે છે. સિંધ બલુચિસ્તાનમાં લામ્બિલા સ્થળે હીંગળા માતાનું મંદિર છે. કરાંચીથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com