________________
O
તેને કહેવાય કે પિતાનામાંથી એક ખસે તે ધુંઆંખુ થઈ જાય અને નવા મેળવવા આકાશ પાતાળ એક કરે; ભય, લાલચ અને ચમત્કાર દેખાડી કે અજ્ઞાનનો લાભ લઈને પોતાની તરફ ખેંચે.
સાચા ધર્મનો સ્વભાવ તે જેમ અન્ન અને જળ, ભૂખ અને તરસ છીપાવી પ્રસન્નતા આપે, તેમ (૧) સ્કૃતિદાયક પ્રસન્નતા આપવાને, (૨) ચિત્તને વ્યાપક વિચાર કરાવી તેમાંથી આનંદ શોધવાને અને, (૩) બીજાનું સુખ જોઈ આનંદ મેળવવાને છે. જેને સાચે ધર્મ સ્પર્શે તેને આમ થાય. ધૂળ જયાં નીકળે ત્યાં ધૂળમાંથી સેનાને કણ શેધી લે છે તેમ ધર્મની ચાવી જેને હાથ જડી તે બધામાંથી સાર ખેંચી લેશે. ધર્મ માટે સત્ય અહિંસાની કસોટી :
પૂ. દંડી સ્વામી : “હજુ તે સર્વધર્મ સમન્વય ઉપરની છણાવટના ચાર અઠવાડિયાં થયાં છે ત્યાં આટલું થયું છે, તો ધીમે ધીમે બધી વાત સુંદર રીતે છણાઈ જશે. મારા વિનમ્ર મતે સત્ય-અહિંસાની કસોટીમધ્યમાં રાખી દરેક ધર્મને આપણે માનીએ તો જગતમાં અભેદ લાવવામાં મદદ મળે.
આજે નેમિમુનિએ કહ્યું તેમ મહાવીર, બુદ્ધ, રામ અને કૃષ્ણને વિશ્વગુરુ માનીએ અને ઈશુ ખ્રિસ્ત તેમજ હજરત મુહંમદને સ્વીકારી લઈએ એટલે પ્રશ્નો આપોઆપ પતી જશે.
પૂ. નેમિમુનિ : “દરેક ધર્મના જુદા જુદા આચાર્યો, જુદી જુદી માન્યતાઓ, જુદા જુદા, કર્મકાંડે, જુદા જુદા તત્ત્વજ્ઞાને ત્યાં કેટલીકવાર સર્વધર્મ સમન્વયના નામે પિતાના પંથના પ્રચાર કરવાના પ્રયત્ન થાય છે. તેની તકેદારી રાખવી જોઈએ. વ્યાપક ભાવના થતાં ભેદ ટળશે:
શ્રી. પંજાભાઈ: “ગામમાં પાણીને બંધ તૂટે કે સૌ કશા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com