________________
૭૧
ધર્મને આદર કરવાનું પણ સૂચવતા. તેથી દરેક ધર્મના લોકો ગાંધીજીને પિતાના ગણતા.
આ વાત સર્વધર્મોપાસકમાં આવવી જોઈએ. તેણે દરેક ધર્મને પિતાને ગણવો જોઈએ, અને તે માટે તેણે દરેક ધર્મને ઊંડો અભ્યાસ કરવો જોઈએ, જેથી તે ધર્મના અનુયાયીને તે ધર્મના સિદ્ધાંત પ્રમાણે સમજી શકે. ત્યારે તેને લાગશે કે બધા ધર્મો સારા છે; કલ્યાણકારક છે. માત્ર તેને અનુસરનારની ખરાબીઓના કારણે તે ધર્મને ખરાબ કહી શકાતો નથી.
આમ આ સાતે અંગે સર્વધર્મોપાસનાના છે તેના ઉપર મનન કરીને સર્વધર્મોપાસના કરવામાં આવે તે વિશ્વશાંતિ માટેના પુરુષાર્થમાં અવશ્ય સફળ થશું.
ચર્ચા વિચારણા એ વટાળવૃત્તિ નથી : .
શ્રી. દેવજીભાઈએ ચેખવટ માગવા પ્રશ્ન કર્યો બંધક સન્યાસી જૈન બન્યા અને બિંબિસાર બૌદ્ધમાંથી જૈન થયા તેમાં વટાળવૃત્તિને ટેકો મળે છે કે કેમ ?”
શ્રી. માટલિયાઃ “મહાવીર કેવલજ્ઞાની થયાબાદ ઈદ્રભૂતિ ગૌતમ વગેરે અગ્યાર બ્રાહ્મણ પંડિત તેમની પાસે ગયા. એમને શિષ્યો સહિત સમાધાન થતાં જે માર્ગ સ્પષ્ટ થયે તે ભાગે ગયા. મહાવીરે ગોશાલકના શિષ્યોને તેડવા પ્રયત્ન ન કર્યો એટલું જ નહીં પિતાના શિષ્ય જમાલિએ છૂટા થવાની રજા માગી તે પણ તેમણે નથી આવેશ કર્યો, નથી પરાણે ખેંચવા પ્રયત્ન કર્યો. પાછળથી સત્ય સમજાતાં સુદર્શન સાથ્વી અને બીજા સાધુઓ પાછા ફર્યા તે જુદી વાત ! વટાળવૃત્તિવાળા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com