________________
મેં કહ્યું “ત્યાંજ મુશ્કેલી છે. આપણે સર્વધર્મોપાસનાની વાતને પડતી મૂકીએ તે બધાં દેડતા આવશે. આપણે મહાવીરને આગળ રાખીએ છીએ ખરા પણ બધા ધર્મોના મહાપુરૂષોની સાથે એટલે જ કાનજી સ્વામી કહે છે કે ” એતે ખીચડે છે, જે આપણે લોકોને રાજી રાખવા હોય તે સિધ્ધાંતોની વાત છોડવી પડશે, સિધ્ધાંતોને ન છોડવા હોય તો કદાચ પ્રારંભમાં તેઓ નારાજ થશે; પાસે નહીં આવે, પણ અંતે તે સાચા અને સમજુ લોકો આકર્ષાયા વગર રહેવાના નથી. આજે આટલા વિવિધ લોકો આપણને ચાહે છે તેને જ હું આપણું સિદ્ધાંતને વિજય માનું છું.”
લોકોને એક વર્ગ એમ પણ કહે છે કે “સંતબાલે તે ખાનપાન અને સગવડ માટે વેશ રાખી મૂક્યો છેતેઓ બીજાને એમ પણ કહે છે: “એ તો સગવડતા માટે તમારા ધર્મનું નામ લે છે.” નળકાંઠામાં એકવાર ફરતો હતો ત્યારે લોકો એવું પણ મારા મોઢે કહેતા હતા કે “એ તો જર્મન જાસુસ છે તેમના પૈસા મેળવીને ફરે છે. ” આમ નવું કરવા જતાં સર્વધર્મ સમન્વય અને સર્વપ્રાણી સમન્વય કરવા જતાં ઘણી વાતો આવશે. પણ, સાધક પોતાની ક્રિયાઓ ઉપર મકકમ રહીને પોતાનાં ચિહ્નો નહીં મૂકે તો છેવટે લોકો આપોઆપ સાચું સમજવાના. જેને કંઠી પહેરવી હોય તે કંઠી પહેરે, જેને જોઈ પહેરવી હોય તે જનોઈ પહેરે આપણે તેને છોડાવવી નહીં. પિતાની મેળે છેડી દે તે વિરોધ કરવો નહીં. (૭) દરેક ધર્મને પોતાને ગણે :
સર્વધર્મ ઉપાસકે દરેક ધર્મને પિોતીક ગણવો પડશે. એટલે જ્યારે તેને બીજા ધર્મની ટીકા થશે ત્યારે તે પોતાના ધર્મની ટીકા જેમ લાગશે. બીજાની ઉણપ તેને ખૂંચશે અને તે દુઃખી થશે. માતા જેમ પિતાના દરેક બાળકને સરખી રીતે વાત્સલ્ય વરસાવે તેમ સર્વધર્મોપાસક બધા ધર્મો પ્રતિ વાત્સલ્ય વહાવશે. માતા બાળક ગંદુ થતાં તેને સાફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com