________________
પ્રશ્ન એ છે કે જો કોઈ સમજી કરીને ધર્મ પરિવર્તન કરે તે તેને વટાળવૃત્તિ સમજવી? તે જમાનામાં એને વટાળવૃત્તિ નહાતા માનતા અને મોટા ભાગે જે ગુરુએ આવી દીક્ષા આપતા; તેઓ નિઃસ્વાર્થભાવે સંખ્યાવૃદ્ધિ કે જૂથવૃદ્ધિના કોઈપણ પ્રકારના મેહથી પર થઈને આપતા. ભગવાન મહાવીરથી તેમને શિષ્ય ને શાલક અલગ થશે અને જમાલિ છુટા થયા ત્યારે ભગવાને આવેશમાં આવીને વિરોધ ન કર્યો. તેમજ એક શિષ્ય છુટો થતાં ધર્મસમાજ રસાતળે જાય એવું તેમણે ન માન્યું. તેમણે ખરે સિધ્ધાંત સમજાવ્યો અને ઘણાને પાછા વળ્યા. આજે એવું નથી. આજે ચેલા-ચેલી વધારવાને મેહ ખૂબ જ ફેલાયેલો છે. તે સિવાય કદાચ કોઈ શિષ્ય કારણસર છુટો પડે તે તેના પ્રતિ એટલો બધે વિરોધ કરવામાં આવે છે કે તે સમાજમાં નીતિપૂર્વક જીવી ન શકે તે માટે જે તૈયારીઓ કરવામાં આવે છે તે જોઇને ઘડીભર એમ પણ થઈ જાય છે કે આજ અહિંસક જૈન સમાજ છે? ઘણું જૈન સાધુઓને કોઈપણ કારણસર વેશ મૂકવો પડે છે પછી તેની સાથે જૈન સમાજે જે વર્તાવ ચલાગે છે, તે તો મહાવીરની ઉદારતાવાળા જૈન ધર્મને શોભતે નથી.
સધર્મોપાસક આમ વટાળવૃત્તિથી, વટલાઈ જવાની ભાવનાથી કે ના વાડે ઊભા કરવાથી સદંતર દુર રહે છે, આજે તે જે જ્યાં છે તેને ત્યાં જ રહેવા દેવામાં સાર જણાય છે. તેને પિતાના ધર્મમાં ઉણપ લાગતી હોય તે તેને દુર કરવાનું કહેવું જોઈએ. આજ વટાળવૃત્તિનો રોગ નાબુદ થશે, અને નવાં અનિષ્ટો અટકશે. (૬) વેશ કે ચિલ ન બદલવાં કે બદલાવવાં:
કેટલાક લોકો જ્યારે એમ જુએ છે કે આ સાધક આપણું તરફ ભાવ રાખે છે જિજ્ઞાસુ છે, સહૃદય છે, વારંવાર મળે છે ત્યારે તેઓ તેને કહે છે કે આ વેશ છેડીને અમારામાં આવી જાઓ આ તમારાં ચિહ્ન છેડી દો!” વટાળવૃત્તિના સહેદર જેવો આ પણ ભયંકર રોગ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com