________________
કરી કે તેમણે કેવી રીતે પિતાના ધર્મમાં રહીને સુધારે કર્યો હતો તેમજ મેં શ્રીમદ્ રાજચંદ્રનું વાકય કહ્યું: “તમે જ્યાં છે ત્યાં રહીને જ વિકાસ સાધે! ” , - જેમ વટાળવૃત્તિ ખરાબ છે તેમ પિતાને ધર્મ છોડે એ પણ ખરાબ છે. કોઈ કહે કે “મારે સન્યાસ લે છે ? તે ક્યા સંપ્રદાયમાં લઉં?” તો હું તો એને એમજ કહીશ : પરંપરાથી તમે જે ધમમાં છો તેમાં જ દીક્ષા લે.” તમને બીજા ધર્મનાં ત કે સદાચારના નિયમે પસંદ હોય તો તે અપનાવી લો પણ અન્ય ધર્મમાં સન્યાસ લો, એ બરાબર નથી.
એટલું જ નહીં, સર્વધર્મોપાસકે એ વાતની તકેદારી રાખવી જોઈએ કે તેના નામે કોઈ વાડે ઊભે ન થાય. થિયેસેફિકલ સોસાયટીના સર્વેસર્વા જે. કૃષ્ણમૂર્તિને લાગ્યું કે તેમના નામે નવ વાડે ઊભો થાય છે ત્યારે તેમણે તેનું વિસર્જન કરી દીધું અને સ્વતંત્ર વિચારક તરીકે તેઓ વિચારવા લાગ્યા. દયાનંદ સરસ્વતીએ હિંદુધર્મની અંદર રહીને સુધારો કર્યો પણ ન વાડો નહોતો કર્યો. પાછળથી તેમના અનુયાયીઓએ કરી મૂક્યો. એવુ જ શ્રીમદ્ રાજચંદ્રનું થયું કે તેમના અવસાન બાદ તેમના અનુયાયીઓએ પણ એક વાડ બનાવી મૂક્યા. ઘણીવાર પોતાના ધર્મમાં ખેંચવા માટે સંસ્કારનું બહાનું આગળ ધરાય છે કે અમૂક ધર્મમાં ન જઈએ તો આહિંસા વ.ના સંસ્કારો કયાંથી આવે ! પણ તેમના અંતરમાં ખરેખર સંખ્યા વધારવાને મોહ હોય છે.
ભગવાન મહાવીરે ઈદ્રભૂતિ ગૌતમ જેવાને વૈદિક ધર્મમાંથી જૈન ધર્મમાં ખેંચીને દીક્ષા આપી. આને વટાળવૃત્તિ કહેવી કે નહીં? એવું ઘણનું કહેવું થશે. તેમની વાત બરાબર નથી. કોઈને ફોસલાવીને, લલચાવીને કે ડરાવીને અથવા તવ સમજયા–સમજાવ્યા વગર કોઈને દીક્ષા આપી હોય તો તે વટાળવૃત્તિ જરૂર ગણાશે. પણ ભગવાન મહાવીરે એ રીતે કોઈ દીક્ષા આપી ન હતી. એટલું જ નહીં તેમણે પિતાના શિષ્યોને પણ એવા દીક્ષા આપવાનો નિષેધ કર્યો હતો. ત્યારે બીજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com