________________
કોઈને ખ્યાલ ન આવી શકે ! આવા વટલાયેલા ખ્રિસ્તીઓ, હિંદુજાતિ પ્રતિ જે દ્વેષ ફેલાવે છે તે ખરેખર ઇચ્છનીય નથી.
હમણું હમણું ડેકટર આંબેડકરે હરિજનોને હિંદુમાંથી “નવા બૌદ્ધ” બનાવવા શરૂ કર્યા છે. આ પણ વટાળવૃત્તિ છે. ખરી રીતે હિંદુધર્મમાં તેમણે પિતાના સ્થાન માટે લડવું જોઈએ તેના બદલે વટલાઈ જવું એ તે યોગ્ય નથી.
ખ્રિસ્તી લોકો જ્યારે લોકોને ખ્રિસ્તી બનાવે છે ત્યારે તેમની ટીકા કરાય છે પણ હમણું સ્થા. જૈન સંપ્રદાયના મુનિવરે અને શ્રાવકોએ ખાટકી લોકોને જૈન તેમાં પણ મુંહપતી બાંધનારા સાધુના પંથનાજ તેમને બનાવે છે તેને શું કહેવું? આ ખાટકી લોકો અત્યાર સુધી હિંદુધર્મ પાળતા હતા. તેમને પશુવધનો ધંધો છોડાવ, માંસાહાર છોડાવે કે તેમને સાત્વિક ધંધો કરવા આર્થિક મદદ આપવી, એ સમજી શકાય છે પણ લાભ આપી તેમને ધર્મ બદલવો, એ તે નથી.
આ વટાળવૃત્તિ એટલી ભયંકર છે કે સામાન્ય રીતે જેનારને તેને ખ્યાલ ભાગ્યેજ આવી શકે. કોઈ ખૂની કોઈનું ખૂન કરે તેને તે સમાજ અને સરકાર તરફથી દંડ, સજા, અસહકાર કે અપ્રતિષ્ઠા મળે છે પણ વટાળવૃત્તિ વડે તે માનવીનું શરીર જ નહીં, મન અને આત્મા પણ હણાય છે. ગઈ કાલ સુધીને વિનમ્ર માણસ જે સરળ હતો તે આજે ધર્મ પરિવર્તન થતાં અકકડ અને કુટિલ બને છે અને જે સમાજમાંથી વટલાયો છે તેના પ્રતિ કિને રાખી બદલો લેવા પ્રેરાય છે. સમજણ પૂર્વકનું ધર્મ પરિવર્તન અને પરાણે વટાળવૃત્તિ વચ્ચે મોટું અંતર છે; તે છતાં પણ સર્વધર્મોપાસક કેઈનું આવું ધર્મપરિવર્તન ઈચ્છતું નથી. જે દરેક સર્વધર્મ સમન્વયની વાત સમજીને જીવનમાં ઉતારે તો વટાળવૃત્તિને પ્રશ્ન જ ઊડી જાય છે.
એક ખેજાભાઈ મારી પાસે આવ્યા કે “મારે જૈન થઈ જવું છે, આપ મને જૈન બનાવી દે.” મેં તેમને દયાનંદ સરસ્વતીની વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com