________________
પથ ખૂબ જ ઉચ્ચ પાત્રતા માગે છે. તે માટે સર્વધર્મ ઉપાસકે એ કક્ષાએ પહોંચવું જોઈએ કે જે તેના આચરણમાં પોતાના ધર્મને પક્ષ કે પારકા ધર્મને વિરોધ મટીને કેવળ સુસ; સુત અને સાચા ધર્મના સિધ્ધાંત રહી જવા જોઈએ. ત્યાં સંપ્રદાય કે વેશ તેને નડશે નહીં. આમ કરતાં કરતાં એક દિવસ એવો આવશે કે જ્યારે બધા ધર્મો એના પિતીકા બની રહેશે. આવી કક્ષાએ પહોંચ્યા વગર ખંડનમંડનમાં પડવું તેથી સંપ્રદાયિકતા વધે છે કાં તે મિથ્યાભિમાન આવે છે અને અધર્મ હટતો નથી.
(૫) વટાળવૃત્તિને ત્યાગ : એક વ્યક્તિને એક ધર્મ– સંપ્રદાયમાંથી વાણી, પ્રલોભન કે ભયના કારણે બીજા ધર્મમાં લાવવો અને અમુક અંશે પરાણે ખેંચો તેનું નામ વટાળવૃત્તિ છે. સાચા ધર્મને આવી વટાળવૃત્તિ સાથે કોઈ નિસ્બત નથી, પણ ધર્માધતા અને ઝનૂનના કારણે એને ધર્મના નામે ક્ષમ્ય ગણવામાં આવે છે. પરાણે ધર્મના નામે આવી સામુહિક વટાળવૃત્તિ માટે યુધ્ધો સર્જાય છે; કલેઆમ થાય છે. અને ધર્મ ઝનૂનને પિષવામાં આવે છે. માણસો માણસો વચ્ચે ભેદની ભીતે ઊભી કરાવે કે વેરવિરોધના અખાડાઓ જમાવે તે ધર્મ નથી. કઈ પણ ધર્મ તેનું સમર્થન કરતા નથી.
તલવારના જોરે હિંદુઓને વટલાવી મુસલમાન કરવા; એમની ભા-દીકરીઓની ઈજજત લૂંટી ખરાબ કરવી એ ઇસ્લામ પ્રત્યે વફાદારી છે.” આવા ભ્રામક સુત્રોના આધારે ઘણું હિંદુઓને પરાણે મુસલમાન બનાવવામાં આવ્યાં ! એથી ઈસ્લામ જેવા નેક ભઝહબની કેટલી બધી નાલેશી જગતમાં થઈ છે તે તે વિચારકો જ કહી શકે છે.
ખ્રિસ્તી મિશનરીઓના દવાખાનાઓ અને શિક્ષણાલયોમાં ડોકટરે, પ્રાધ્યાપક રૂપે જે છુટા છવાયા પાદરીઓ કામ કરે છે તેમાં જે ત્યાગ, સ્નેહ અને માનવતા દેખાય છે તે કોઈને માટે પણ અનુકરણીય છે. આમ છતાં એ બધાની પાછળ જે વટાળવૃત્તિ છે તેની ભયંકરતાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com