________________
૬૮
.
ઘણા વિદ્વાન અને વિચારક લોકો મને પણ કહે છે: “તમે જ્યારે બધા ધર્મોને માને છે, સર્વધર્મોપાસના સ્વીકારે છે ત્યારે એક સંપ્રદાય વિશેષને વેશ શા માટે રાખે છે ?”
વળી રૂઢિચુસ્તો બીજા આશયથી આ વાતને કહે છે: “તમે અમારા સંપ્રદાયની પરંપરાને અમે માનીએ કે પાળીએ છીએ તેમ માનતા કે પાળતા નથી. માટે આ વેશને શા માટે રાખો છો?” એટલે કે ઉતારી દો!
એના જવાબમાં કહેવું પડે છે. “માણસ જેમ એક ઘરમાં રહેવા છતાં તે વિશ્વના વિવિધ લોકો સાથે પ્રેમ સંબંધ રાખી શકે છે. તેવી જ રીતે એક સંપ્રદાયમાં રહેવા છતાં વિશ્વ ધર્મ સંપ્રદાયો સાથે તે આત્મીયતા કેળવી શકે છે. એટલું જ નહીં બધાને આત્મઋતુ કરી શકે છે, તે સર્વધર્મ માન્ય સિધ્ધાંત પદ્ધતિ શોધી શકશે પણ સર્વધર્મ માન્ય ચિદન પદ્ધતિ તે શોધી શકશે નહીં. નવાની શોધ કરવા જતાં નવો વાડે ઊભો થઈ જશે. એટલે જ જે ધર્મ સંપ્રદાયને વેશ ધારણ કર્યો છે તેને છોડીને બીજો વેશ ધારણ કરવાનું હું વિચારી શકતા નથી. ઉલટું મને તો એમ લાગે છે કે બધા ધર્મોના સારને જીવનમાં અપનાવવાથી સ્વ અને પર બન્ને સંપ્રદાયોને વિકાસ પણ આપોઆપ થઈ જાય છે.”
એક વસ્તુને ખુલાસો કરી લઉં કે આવા સાધકને ઘણું સહન કરવું પડે છે. વર્ષો સુધી તે પિતાના તેમજ બીજાના ધર્મ સંપ્રદાય વડે અવિશ્વસ્ત, અમાન્ય અને ઉપેક્ષિત બનીને રહે છે પણ અંતે તેની શુભનિષ્ઠા અને અખંડ શ્રધ્ધા કામમાં આવે છે. જે વિધિવિધાને સર્વધર્મ ઉપાસનામાં સાધક છે તેને છોડવાને કોઈ પ્રશ્ન ઊભે થતો જ નથી.
એક વખત પ્રિય છોટુભાઈએ કહ્યું “આપને સ્થાનકવાસી જૈન સાધુનાં ચિહ્ન હોવા છતાં સ્થાનકવાસી લોકો કેમ આપના પ્રતિ આકર્ષાતા નથી?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com