________________
ગાંધીજીએ સર્વધર્મ સમભાવની સાધના કરીને વિશ્વધર્મગુરુને માર્ગ ખુલ્લો કર્યો છે. તેમની પાસે ગમે તે દેશ, કોમ, વેશ કે ધર્મને માણસ કોઈ પણ પ્રશ્ન લઈને જો તેને તેઓ ધર્મના ગજથી માપી ઉત્તર આપતા. જેને અમારો ધર્મ વિશ્વધર્મ છે એમ કહે છે, ત્યારે તેણે દરેક ક્ષેત્રના પ્રશ્નો ધર્મદષ્ટિએ ઊકેલવા જોઈએ.
સત્ય એટલું બધું વ્યાપક છે હજારે ધર્મધુર ધરો પરંપરાગતથી પણ તેને રજુ કરે તો પણ તેનું સંશોધન નવી પેઢી કરતી જ રહેશે; તેની પૂર્ણતાને પામી શકાશે નહીં. જેમ આખા વિશ્વનું પાણી ઉલેચી કે પી શકાતું નથી; એને અર્થ એમ નથી કે તરસ છીપાવવા જળાશય તળા ન બાંધવા જોઈએ. એવી જ રીતે વિરાટ સત્યને ન પામી શકાય તો તેના અંશને મેળવી શકાય છે. એટલે જ અલગ અલગ ધર્મો સત્યના તે તે અંશોને પામી તેને જનસમૂહમાં વહેંચવા માટે સંઘ રચે છે, જેથી સત્યની તૃષા લોકો છીપાવી શકે. ત્યારે કોઈ ધર્મ સંપૂર્ણ પણે દાવો ન કરી શકે કે આખી દુનિયાનું સંપૂર્ણ સત્ય તેના ધર્મમાં જ આવી ગયું છે, બીજા ધર્મો પાસે સત્ય છે જ નહિ. શું કોઈ તીર્થ વડે એમ દાવો કરી શકે ખરો કે દુનિયાનું બધું ય પાણી તેના તીર્થોમાં આવી ગયું છે ? અગર તો દુનિયાના બીજા તીર્થોનું પાણી ખારું છે; મારા તીર્થનું પાણું જ મીઠું છે! પાણીની જેમ સત્ય પણ એટલું બધું વ્યાપક છે કે તે એક જ ધર્મમાં સીમિત રહી શકતું નથી. તેના અનંત રૂપ છે. એટલે જ કહેવાય છે કે સત્યના અનંતરૂપોને એક શરીરધારી સદાકાળ માટે પ્રગટ કરી શકે નહીં. જ્ઞાનીઓ દરેક વાતની સાથે દેશ, કાળ, પાત્ર ભાવ (પરિણામ)ની અપેક્ષાએ જોવાનું કહે છે. ઉનાળામાં પાતળાં વસ્ત્રો પહેરવાં, સત્ય (હિતકર) છે પણ શિયાળામાં તેજ વસ્ત્રો અસત્ય (અહિતકર) છે. ભૂખે હેય તેને માટે જમવું એ સત્ય છે પણ માંદા માણસે ખાવું એ અસત્ય છે. આમ સત્યને નિર્ણય દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ જોઇને જ કરી શકાય છે. એ જ કારણે સાર્વત્રિક અને સાર્વકાલિક આચાર મઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com