________________
- લીધેલા ધર્મસ્વરૂપ સિવાય કોઈ બીજે ધર્મ હઈ શકે જ નહીં. કુરાન સિવાય કોઈ ધર્મગ્રંથ પવિત્ર ન હોઈ શકે. તેમજ તેજ મુસલમાન સારે છે જે દાઢી રખાવે, નમાજ ભણે અને સુન્નત કરાવે.” આવી ધર્માધતાને દૂર કરવા માટે સારો ઉપાય સર્વધર્મ ઉપાસનાજ છે,
કેવળ ઈસ્લામીભાઈ નહીં; પણ કટ્ટર જેનભાઈને પૂછશે કેઃ ગાંધીજીને તમે જેને માનશો કે નહીં?” તે તે કહેશે “ના” કારણકે ગાંધીજી કદમૂળ ખાતા હતા. રાત્રિભોજન પણ કરતા હતા. ત્યારે ગાંધીજીના આચાર વિચાર અને તેમને જણાવીને તેમને જૈન માનવાનું કહેશે તો પણ તે નહીં માને અને કહેશે અમારૂં સમતિ નહોતું લીધું. જૈન ધર્મને આ રીતે તેના અનુયાયીઓએ સંકુચિત બનાવી દીધું છે. એ તે પાળે એને ધર્મ છે. તેમાં શ્રાવકોની મર્યાદાની અંદર જેટલા ગુણ છે તે આવી જાય છે. ક્યાંયે વ્રતોમાં એમ નથી લખ્યું કે જૈનકુળમાં પેદા થનારે તેને પાળવાનાં છે. પણ ગુણ કક્ષાએ વિકસિત આત્માએ તેને પાળીને આત્મવિકાસ સાધવાને છે.
જૈનધર્મ તો સર્વદર્શન સમન્વય માટે સ્વાવાદ આપ્યો અને એના પરંપરાગતના અનુયાયીઓ સમન્વય કે સંશોધન કરનારને સમકિત ન ગણે એ જૈનસિદ્ધાંતની દષ્ટિએ ખોટું છે. આનંદ ઘનજીએ કહ્યું છે –
जैन जिनेश्वर वरमुत्तमांगं अंतरंग बहिरंगेरे એમણે જૈનદર્શન (જૈન તત્વજ્ઞાન) ને જિનેશ્વરનું શ્રેષ્ઠ અંગ કહ્યું છે. શરીરમાં બધું હેય પણ જે માથું ન હોય તો કેવું લાગે? અથવા માથું બગડી ગયું હોય તે તે કેવું લાગે? જેનદર્શનને માથું એટલા માટે ગણવામાં આવ્યું છે કે સમગ્ર વિશ્વનાં જેટલાં સારાં ત છે; બધા ધર્મોનાં જે સત્ય છે તેને સમાવેશ તે કરી શકે છે. જે એમ ન થઈ શકે તે પછી તે વાત નામની રહી જશે. તિલક મર્યા ત્યારે તેમનું માથું પ્રદર્શનમાં મૂકવાની માગણી થઈ એવી જ રીતે જૈનદર્શન પણ પ્રદર્શનની વસ્તુ બની જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com