________________
પ૮
મળી જાય. એવી જ રીતે બધા ધર્મોને સરખા ગણવા જતાં જે ધર્મમાં ઉણપ છે તેને સુધારવાની તક કયાંથી મળશે?
* આ તુલના પણ ખોટી છે. દરેક ધર્મો સંસ્થાગત બને એટલે કેટલીક વિકૃતિઓ તે દરેક ધર્મમાં આવે. પણ એ વિકૃતિઓ એવી નથી કે ચેર અને શાહુકાર જેવું બે વિરોધી છેડા રૂપે ધર્મો બની જાય. દરેક ધર્મ સ્થપાય ત્યારે તે વખતને માનવ સમાજ અને પરિસ્થિતિ પ્રમાણે બન્યો છે, ત્યારે કલ્યાણકારી દૃષ્ટિએ જ તેની સ્થાપના થઈ હોય છે. એટલે તેમાં આજની દષ્ટિએ વિકૃતિઓ લાગે તો તેના કારણે ઘણું કરવાનું કોઈ કારણ નથી. સર્વધર્મોપાસકે તે વિકૃતિઓ છોડીને તેનો સારાં તને ગ્રહણ કરવાનાં હેય છે. કોઈ પણ નગર એવું નહીં હોય કે
ત્યાં કચરે કે ગંદકી બિલકુલ ન હોય. પણ સારૂં નગર તેનાં સારાં તોને લઈને છે અને એજ તને લોકો જુએ છે. એવું જ ધર્મ અંગે સર્વધર્મોપાસકે વિચારવાનું છે.
ઘણીવાર પિતાના ધર્મને શ્રેષ્ઠ માનીને ચાલવામાં પણ ઉદાર ધર્મને સાંકો બનાવી દેવામાં આવે છે. આવું જૈનધર્મ માટે બન્યું છે. કોઈ જૈનને પૂછો: “તમારા ધર્મમાં ઊણપ ખરી ?”
તરત જવાબ મળશે. “જૈનધર્મ તે વિશ્વધર્મ છે. પછી ઊણપ કયાંથી હોય?”
તે પછી અમે તેને માનીએ કે તમારા જૈનધર્મસ્થાનક કે મંદિરમાં આવીએ!” આવો પ્રશ્ન પૂછે! તરત એવો જવાબ મળશે કે
પહેલાં અમારી ક્રિયાઓ પાળે; અમારો વેશ પહેરે અને અમે જે રીતે માનીએ છીએ તે રીતે ભગવાન મહાવીરને માને !”
આ જવાબ મળવાનું કારણ એક જ છે કે તેનામાં પિતાના ધમની શ્રેષ્ઠતાનો ખોટો અહંકાર છે. એટલે જ તે પોતાને સર્વશ્રેષ્ઠ માની બીજાને નીચે પાડતે ફરે છે. જ્યાં જ્ઞાન છે; ચારિત્ર્ય છે; દર્શન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com