________________
પ૭
ધર્મો વચ્ચે જે વિષમતા, વિભિન્નતા અને તેના કારણે વર-વિરોધ છે તેને સ્વધર્મ ઉપાસના વડે દૂર કરવા માગીએ છીએ.
આપણે એક ઘરને દાખલો લઈએ. ત્યાં બાળક છે તે તેને દૂધ જોઇશે; માંદો હશે તેને ખિચડી જોઇશે; તંદુરસ્ત હશે તેને રોટલી-દાળ વ. જોઇશે; પણ ખેરાકની આ ભિન્નતા હોવા છતાં ઘરવાળા પરસ્પર બાગશે નહીં; તેમ જ એકબીજા ઉપર પોતાની રૂચિન ખેરાક લાદશે નહીં; પણ જેને જે જોઈએ તે પ્રમાણે સગવડ કરી આપશે. એમાં કોઈને વાંધો લેવા જેવો હોતો નથી. બધા સાથે જમશે; સાથે બેસશે; એક ઘરમાં રહેશે. એક ઘરમાં જોવા જઈએ તો ઘણીવાર ધર્મભેદવાળી વ્યકિતઓ પણ હોય છે; છતાં તેઓ સાથે જ રહે છે. તેવી જ રીતે ધર્મા પુરુષ પણ જુદા જુદા ધાર્મિક ક્રિયાકાંડે જોઈને સંઘર્ષ નહી કરે પણ સમાધાન અને સમન્વય વડે એકતા આણવા પ્રયત્ન કરશે.
જ્યાં વિશ્વને કુટુંબ માનીને “વસુદૈવ કુટુંબકમ” ચાલવાનું છે. તેમજ જગતના સર્વ જીવો સાથે મૈત્રી “મિત્તી એ સવ્વભૂસુ” કહીને સક્રિય કરવાની છે પછી એકતા જ સાધવાની રહે છે.
જૈન શાસ્ત્ર પ્રમાણે આ બ્રહ્માંડ ચૌદ રાજુ લોક પ્રમાણ છે. તેમાં વાઘને સ્થાન છે અને બકરીને પણ આમ પરસ્પર વિરોધીને પણ એક જ પૃથ્વી ઉપર રહેવાનું છે. તે સમન્વય સધાય ત્યારે જ થઈ શકે, બધા પ્રાણીઓમાં આત્મા છે. શ્રીમદજી કહે છે : “જિનપદ અને. નિજ પદમાં એકતા છે. ” વેદાંત દર્શન પ્રમાણે બ્રહ્મની દષ્ટિએ બધા
જીવોમાં અભેદ છે-અદ્વૈત છે. માટે જે ભિન્નતા દેખાય છે તેને દૂર કરી એકતા સાધવી રહી.
સર્વ ધર્મોને સરખા ગણવા જતાં ઘણને ડર લાગે છે કે સારાં અને નરસાંને સમાન મહત્વ અપાઈ જશે. જેમ ચેર અને શાહુકારને સરખા ગણીએ તે ચેર બંધ નહીં બદલે પરિણામે અનીતિને પ્રતિષ્ઠા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com