________________
પણ સાચો ધાર્મિક હશે. તે હિંદુ હોય કે મુસલમાન-તે ત્યાં લડાઈ હશે જ નહીં કારણકે ધર્મ લડાઈ કરવાનું કહેતો નથી. હિંદુ-મુસ્લીમને પ્રશ્ન છે ત્યાં સુધી તે એવું કહી શકાય છે કે ઊંડો વિચાર કરતાં બન્ને ધર્મોએ ઉદારતા જ શીખવી છે. હિંદુ ધર્મમાં મૂર્તિ પૂજા, અમૂર્તિ પૂજા, પ્રકૃતિપૂજા, અરે પત્થર–પત્થરમાં દેવનો વાસ ગણીને પૂજવાનું વિધાન છે. પરબ્રહ્મ દરેકમાં અને કણકણમાં વ્યાપ્ત છે એમ મનાય છે. ત્યારે તે ભગવાનના સંતાન જેવાં મુસલમાનોમાં પણ છે જ મજિદમાં પણ છે જ. દરેક વિભૂતિમાં ઈશ્વરનો અંશ માનવામાં આવ્યું છે તો મુસ્લિમ મહાત્માઓમાં પણ એ અંશ છે જ. એ જ વાત ઇસ્લામમાં બતાવવામાં આવી છે. તેમાં તો ઇન્સાન માત્ર ખુદાના પુત્રો” છે એવું વિધાન છે. એમાં કયાં યે એવું વિધાન નથી મળતું કે અમૂક ચોક્કસ પ્રાંતના લોકો જ ખુદાના પુત્રો છે અને બાકીના નથી. ઈસ્લામ મજહબ પ્રમાણે તે એક લાખ ચોવીશ હજાર પગબરોની સંખ્યાનો ઉલ્લેખ છે અને તેને ખુદાએ હરેક કોમ અને મુલકમાં મોકલ્યા છે. તેમાં પણ એટલે સુધી કે મુહમ્મદ પૈગંબર અને આ પૈગબરે એક જ છે એવું વિધાન છે. પછી ઇસ્લામ પ્રમાણે ક્યાં હિંદુ ધર્મસ્થાનકોના નાશ કરવાનું સૂચન છે? એક ઠેકાણે તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે –“લે કોને એવાં કાર્યો કરવાનું કહે જેમને બધાએ સારાં હિતકર ગયાં છે. તેવાં કામ કરવાની ના પાડે જેમને બધાએ સારાં માન્યાં નથી.” ઈસ્લામ ધર્મ પ્રેમ, દયા, સેવા, ત્યાગ ન્યાય વગેરે કાર્યો ઉપર ભાર મૂકે છે અને બીજા ધર્મો પણ એના ઉપર જ ભાર મૂકે છે ત્યારે લડાઈ કયાં રહે છે ?
તે એટલે સાંપ્રદાયિક કલેશ-દેશનું મૂળ કારણ તો અજ્ઞાનતા કે અહંભાવ છે.” સાચો સર્વધર્મોપાસક આ બધામાં સાચો સમન્વય સાધીને બતાવશે. જે ખેતી વસ્તુ હશે તેને દૂર કરશે જે વિધિ વિધાને–સાધન છે, તેને સાધ્ય માનવાની ભૂલ લોકોને બતાવશે. ક્રિયાકાંડોની વિવિધતા અને ભિન્નતાને પરિસ્થિતિક સમન્વય કરીને બતાવશે; પરિસ્થિતિ પ્રમાણે ક્રિયાકાંડોનું વિશ્લેષણ કરી લોકોને બતાવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com