________________
૩૩
નવો સંપ્રદાય બનાવે છે. મૂળ તત્વ તે જોવા જઈએ તે એક જ છે; પણ સત્ય, અહિંસા, ન્યાય, પ્રેમ ને તે કાળે લાગુ કરવા માટે બનાવેલ નિયમો – વિધિ-વિધાન અંગે મતભેદ રહે છે. તેના અંગે ખેંચતાણ કરતાં વિરોધ વધે છે અને તે વધતાં દ્વેષ કાયમને થાય છે.
આ વેર-વિરોધનું કારણ તે સંપ્રદાયપગત એકાંગી સત્યને સર્વાગી સત્ય માની લેવામાં આવે છે તે છે. સાત આંધળાઓએ એક હાથીના જુદા જુદા અંગોને પકડીને કહ્યું કે હાથી અમૂક વસ્તુ જે લાગે છે ત્યારે સમજ પુરૂષે તેમને સમજાવ્યું કે તમે તે એકેક અંગ પકડીને બેઠા છે; હાથીનું સાચું સ્વરૂપ તે અમૂક પ્રકારનું છે. એકાંગી સનું એવું જ છે, ત્યારે ત્યાં અને કોતરી નિસ્વાર્થ બુદ્ધિએ સમજાવવાને પ્રયત્ન થાય તે વિરોધ-કલહ રહે જ નહીં. પણ આજે તે જૈને જે અનેકાંત વાદી છે તેઓ પણ એકાંતવાદી અને એકાંગી બનીને ઝઘડે કરતા હોય છે. એટલે જ આનંદધનજીને કહેવું પડ્યું - ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્વની વાત કરતાં નલા જે, ઉદર ભરણાદિ બહુ કાજ કરતાં છતાં, મોહનડિયા કળિકાળ રાજે
ધર્મનું એ કામ નથી તે વેર કરાવે, વિરોધ કરાવે, કે લડાઈ અને યુદ્ધો કરાવે ! ત્યારે ધર્મના નામે થતી હિંદુ-મુસ્લિમ લડાઈઓ કે ઈસાઈ મુસ્લિમ યુદ્ધો જોતાં એમ જ લાગે છે. એ લડાઈનું કારણ ધર્મ નથી પણ ધર્મના નામે અપનાવેલો આહંભાવ છે. એટલે જ સુપ્રસિદ્ધ ઉર્દૂ શાયર ઈકબાલે કહ્યું છે કે –
મજહબ નહીં સીખાતા આપસમેં બૅર કરના
ધર્મ કે મજહબ તે સમાજમાં સંપ, શાંતિ અને સદાચારના પાઠ શીખવે છે; સત્ય, અહિંસા, ન્યાય પ્રેમને પ્રચાર કરે છે. ત્યારે સાંપ્રદાયિક ઝઘડાઓમાં આ ગુણને જ ઢાંકી દેવામાં આવે છે. કોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com