________________
પર
પિતાને ધર્મ પ્રેયસ્કર છે, જેની જે ઉપાસના ઉપર શ્રદ્ધા છે તેના માટે તે જ વસ્તુ અનુકૂળ છે. ' કુરાનમાં પણ આ જ વરતુ મળે છે: “ખુદાએ દરેક કેમ અને મુક માટે રસલ (પયગમ્બર) મોકલ્યા છે. જેટલા રસુલ મોકલ્યા છે તે બધાની જમાત એક છે. તેમાં ફરક ન કરવો જોઈએ. દરેક મઝહબમાં જેટલા ફિરસ્તા-સંત થયા છે તે બધાનું હૃદય એક છે. જે કંઈ ભેદ દેખાય છે તે સ્વાથી લોકોએ ઊભો કરેલ છે.
જૈનધર્મ તે ગુણપ્રધાન ધર્મ છે. એટલે તેના ઘણું આચાર્યોએ સર્વધર્મ ઉપાસનાને સૂચવતાં સૂત્ર કહ્યાં છે. આચાર્ય હરિભદ્રસૂરિ
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु ।
युक्तिमद् वचनं पस्य तस्य कार्यः परिग्रहः ।। મને મહાવીર પ્રતિ પક્ષપાત નથી કે કપિલ વગેરે બીજા દર્શનના પ્રવર્તકો પ્રતિ દ્વેષ નથી. યુકિતસંગત જેવું વચન છે તેને ગ્રહણ કરવું જોઈએ.
સબંધ સંતરીમાં કહેવામાં આવ્યું છે –
सेयंबरो य आसंबरो वा बुद्धो वा तह व अन्नोवा।
समभाव भावियप्पा लहइ मुकखं न संदेहो ।
જૈન શ્વેતાંબર હોય કે દિગંબર, બુદ્ધ હોય કે અન્ય ગમે તે હોય જેને આત્મા સમભાવથી યુક્ત છે તે મોક્ષને પામે છે, એ નિઃસંદેહ છે.
ભગવાન મહાવીર અને તેમના સાચા ભકત જેમાં હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, સમતભદ્રાચાર્ય, યોગી આનંદ ધનજી રત્નપ્રભસૂરિ, પૂ.
જવાહરલાલ ભ. વગેરેએ સર્વધર્મને પ્રચાર કર્યો જ છે. જૈનમંત્રી વસ્તુપાળ-તેજપાળ અને વિમળશાહ વગેરે પણ મુસલમાનોની ઈજજત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com