________________
૫૧
શુદ્ધ ક્રિયાએ છેડવાની જરૂર નથી. કેવળ આત્મીયતા કેળવવાની જરૂર છે. રસખાન, રહીમ અને કબીર જેવા ઘણા મુસ્લિમ કવિસતએ કૃષ્ણ અને ભગવાનના ગીતે ગાયા છે. સૂફીવાદે રામ-રહીમને એક જ ગણાવ્યા છે. એટલું જ નહીં, આજે પણ રેહાના તૈયબજી જેવા કૃષ્ણભક્ત મુસલમાનબાનું પણ છે. સમ્રાટ અકબરે બધા ધર્મોને સાર ભેળવી દીને- ઈલાહી (ભગવાનને ધર્મ) ચલાવ્યો હતે. અશોકે પણ બૌદ્ધધમાં હોવા છતાં બધા ધર્મો પતિ આદર વ્યક્ત કર્યો હતો અને સમાન આદર રાખવાનું પિતાના શિલાલેખોમાં સૂચવ્યું હતું.
રખે, કોઈ એમ માને કે બધા ધર્મોની ઉપાસના કરવા જતાં તેની ગંદકી લાગશે. વર્ષોથી પડેલા સંસ્કારે, રૂઢિઓ અને અંધશ્રદ્ધાના આવરણોના કારણે પહેલી નજરે બધા ધર્મોમાં કંઈ ને કંઈક ખરાબ દેખાય; પણ, સર્વધર્મોપાસક તે મા પિતાનું બાળક ગંદુ થાય ત્યારે તેને શુદ્ધ કરે એવી જ રીતે ગંદકીને ધઈ સાચા અને શુદ્ધ ધર્મતત્વને અપનાવે. ધર્મો અને એક્તાને આદેશ :
સર્વધર્મ ઉપાસના કરવાનું કાઈ નવું તત્ત્વ નથી. દરેક ધર્મમાં એ તત્વ એક યા બીજી રીતે પડેલું છે. એટલું જ નહીં, પ્રાર્થના, પૂજા, પશ્ચાત્તાપ, ત્યાગ, દાન, પ્રેમ આ બધા ગુણે અને કેટલીક ક્રિયાઓ તે બધામાં સમાન રીતે મળે છે. ઉપવાસ, રજા, અને એકાદશી એક યા બીજી રીતે એક જ પ્રકારની ક્રિયા છે. પ્રતિક્રમણ એકરાર (Confession) કે પાપનું પ્રાયશ્ચિત પણ એક જ ભાવના વ્યકત કરે છે. ત્યાગને દીપાવવા માટે દાન વ્યુત્સર્ગ અને બલિદાનને ઉલલેખ દરેક ઠેકાણે છે. આમ ઊંડાણથી જોઈએ તે ક્રિયાકાંડે પાછળની ધર્મભાવનાને પ્રવાહ એક લાગ્યા વગર નહીં રહે.
ગીતા સ્પષ્ટ રૂપે કહે છે –“દરેકે પોતાના ધર્મ ઉપર ચાલવું જોઈએ અને બીજાને તેના ધર્મ ઉપર ચાલવા દેવું જોઈએ. દરેકને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com