________________
૪૭
પણ એજ ફિરકાઓમાં છે. આપણે ત્યાં રવિવારની રજા પળાય છે; સંવતના બદલે ઈસ્વીસન લખાય છે; આ બધી અસર ખ્રિસ્તી ધર્મની છે. ઘણા એમ માને છે કે મુસલમાને કટ્ટર છે પણ તેવું ક્યાં છે? પર્દો ટર્કીમાંથી ગયા. પેટ-કેટ પણ મુસલમાને પહેરતાં થઈ ગયા અને દારૂને અડવાની સદંતર ના છતાં દારૂ પણ પીએ છે. મૂર્તિપૂજાના વ્યાપક અર્થમાં જોવા જઈએ તે પીર, દરગાહ, તાજિયા, અને છબી વ.ને પૂજવી તેમાં આવી જાય છે.
આમ થાય છે. એમાં આશ્ચર્ય પામવાનું જરાયે નથી. ધર્મનું કામ તો એજ રહ્યું છે કે જુદા જુદા આભાસ થનારાં તને મેળાવી દેવા; એનકરૂપતામાં એકતા આવી અને તેનાજ ક્રમે બધા ધર્મો એક થાય; સંવાદી બને એમાંજ જગતનું કલ્યાણ છે. આપણે બધા ધર્મોને નદીની ઉપમા આપી છે. ઘણાને ડર છે બધા ધર્મો ભેગા કરવા જતાં ગંદકી વધશે. આ ભય અસ્થાને છે.
નદી સમુદ્રને મળવા જાય છે ત્યારે તેમાં કરે અને ગંદકી પણ સાથે હોય છે, પણ એ ચરો અને ગંદકીને નદી કહેતા નથી. એમાં વહેતાં નિર્મળ જળને જ નદી કહીએ છીએ. તે પાણીને ઉપયોગ કરીએ છીએ, ખેતરમાં એના પાણીથી સુંદર પાક થાય છે. તે છતાં બાકીનું પાણી સાગરમાં મળે છે. જે ફરી વાદળાં બનીને જગતને પાણી પૂરું પાડે છે. ત્યારે કોઈ એમ નથી કહી શકતું કે આ વરસાદમાં અમૂક નદીનું પાણી છે. એવી જ રીતે સર્વધર્મોપાસક વિવિધ ધર્મ રૂપી નદીઓના ક્યા કે ગંદકીને જેતે નથી. પણ તેના વિશુદ્ધ જળને ઉપયોગ કરે છે અને પરમાત્મા રૂપી જિનેશ્વર રૂપી સાગરમાં મળી જાય છે. ત્યાં ગયા પછી કેવળ ધર્મ ધર્મ રહે છે; નામને લોપ થઈ જાય છે.
યોગી આનંદ ધનજી કહે છે – षडदर्शन जिन अंग भणोजे न्यास षडंग जे साधेरे सागरमांहे तटिनी बसत है तटिनी सागर भजनारे जिनवरमांहे सघला दर्शन छे, दर्शन जिनवरभजना छे
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com