________________
૪૮
તે વખતના છ દર્શને જિનભગવાનના અગે છે. જિનવરરૂપી સાગરમાં બધાં દર્શને, બધાં ધર્મતો સમાઈ જાય છે જ્યારે
એક એક દર્શનમાં જિનવર નહીં સમાય” આમ એક એક ધર્મ ને રહે અને સંપૂર્ણ સત્યરૂપી જિનેશ્વરના સમાવેશને દાવો કરે તે બેટ છે પણ બધા ધર્મ પ્રવાહે જિનેશ્વરરૂપી સમુદ્રમાં સમાવી શકાય તેજ તે પૂર્ણ સત્ય કહેવાય. જેને ધર્મ કહે છે કે સંપૂર્ણ-સત્ય-વિચારને શબ્દોમાં સમાવી શકાતું નથી. સર્વજ્ઞોએ જેટલું જાણ્યું છે તેટલું તેઓ કહી શક્યા નથી. તે તે એને એક અંશ જ કહી શકયા છે. ધર્મ એક, રૂપ અનેક
દરેક ધર્મમાં કોઈને કોઈ સત્ય રહેલું છે. અને સત્ય પરસ્પર વિરોધી ન હોઈ શકે. તેથી કરીને ધર્મો પણ વિરોધી ન હોઈ શકે. વેદમાં કહ્યું છે –
एकं सत् विप्रा बहुधा वदन्ति સત્ય એક જ છે પણ તેને જાણનારા વિદ્વાને અલગ અલગ નામે રજુ કરે છે.
ઈસાઈ ધર્મમાં ઈશુ ખ્રિસ્ત પિતાના શિષ્યોને કહે છે – “તમે એમ ન માનતા કે તમે જ મારા શિષ્યો છેઅને હું તમારા જ મકાનમાં રહું છું. મારા બીજા મકાને પણ છે.”
ઈશુએ એકવાર પોતાના હાથમાં ફૂલે લઈને મૂઠી વાળીને શિષ્યોને કહ્યું: “મારી આ મહીમાં જેટલાં ફૂલો છે, એની બહાર પણ ઘણું કલે દુનિયામાં છે. એવી જ રીતે મારી પાસે આવ્યું સત્ય એજ સત્ય સત્ય છે એટલું જ નથી પણ મારી બુદ્ધિની ગુફાની બહાર પડેલાં સત્ય પણ સત્ય છે. હિંદુ ધર્મમાં કહેવામાં આવ્યું છે –
सत्यं शानमनंतं ब्रम
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com