________________
૩૫
દા. ત. ઈસ્લામ ધર્મ અરબસ્તાનમાં ફેલાયો ત્યારે ત્યાંના લોકોમાં દેવોને રાજી રાખવા માટે નરબલિ ચઢાવવાની પ્રથા હતી. હજરત મુહમ્મદ સાહેબે કહ્યું : “માણસની હત્યા ન કરાય અને દેવો ભય (બલિ) લેતા નથી. કાબા શરીફની પૂજા કરે!” ત્યાં અનાજ પાકતું નથી એટલે પશુ-હિંસા ક્ષમ્ય ગણવામાં આવી. પણ જયાં અનાજ મળે ત્યાં ધર્મના નામે પશુ-હિંસા કે માંસાહાર કર પાપ છે.
એક વખત મેં લખેલું : “કુરાન, માંસાહાર તજવાની વાત કરે છે.”
ત્યારે એક મુસલમાનભાઈ આવીને કહેવા લાગ્યાઃ તમે કુરાનના નામે આવું ન બેલો, બીજા ધર્મના નામે ભલે બોલો !”
મેં તેમને સમજાવ્યું : “કુરાનમાં ગર્ભિણી ઘટીને મારવામાં પાપ શા માટે કહ્યું છે ? એને અર્થ એ થયો કે જ્યાં એક જીવથી ચાલતું હોય ત્યાં બે જીવને ન મારવા ! પશુથી ચાલે તે માણસને ન મારવા.”
તેમણે કહ્યું: “હા, એ વાત બરાબર છે !”
મેં કહ્યું : “જો આ વાત ગળે ઉતરતી હેય તે તે જ ક્રમે શાકાહારથી ચાલતું હોય ત્યાં માંસાહાર શા માટે કરે ?”
ખરું જોવા જઈએ તે માંસાહારને ગમે તેટલો ઉલ્લેખ છતાં જ્યાં શાકાહાર મળે છે ત્યાં લોકે એને જ વધારે પસંદ કરે છે. ત્યાં ધર્મને પ્રશ્ન હોય તે રોજ માંસાહાર કરવો જોઈએ ! ઘણું એવા પણ મુસલમાને અને માંસાહારી પ્રજા છે જે અઠવાડિયામાં અમુક દિવસે જ માંસાહાર કરતા હોય છે. માંસાહાર કેવળ સ્વાદને વિષય છે. –દાઢને પિષવા માટે પછી જે દલીલો સૂઝે તે એના નામે આગળ ધરવામાં આવે છે. એક બાજુથી રોજા-ઉપવાસ કરવા અને બીજી બાજુએ ઈદના પારણામાં અનેક પશુઓની હિંસા કરવી એ બંનેને તાળો મળતો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com