________________
ધર્મગ્ર અંગે પુરાણમાં એક ઈશ્વરને મુખ્ય માનીને બીજાને ગૌણ બનાવી દેવામાં આવ્યા છે. પણ આ પુરાણોને રચનાકાળ ચોથા સૈકાના પ્રારંભનો છે. એવી જ રીતે ચાવક ઋષિ કેનામાં ન માનતાં ત્યારે નિયાત્રિક વૈશેષિકે માન્યતાની શરૂઆત કરી જડતત્ત્વથી. સાંખે તેમાં ચૈતન્ય ઉમેર્યું અને વેદાંતે ચૈતન્ય માત્રની જ્ઞાન ભાવે એકતા બતાવી. આ રીતે ગીતાનો ગ્રંથ સર્વ માન્ય ગણી શકાય. વૈદિક તે તેને માટે જ છે. સંતબાલજીએ એને જૈન દૃષ્ટિએ જેને બનાવી દીધે છે; અને ગીતા રહસ્યની પ્રસ્તાવનામાં લોકમાન્ય તિલકે બૌદ્ધ મહાયાન સંપ્રદાયના કર્તા નાગાર્જુનનો સંબંધ ગીતા સાથે બતાવી દીધે જ છે. આમ કોઈ એક પુસ્તક સર્વમાન્ય થઈ જાય તેમ જ કોઈ એક વેશ-આચારસંહિતા સાધુઓ માટે માન્ય થઈ જાય તો ઝઘડા મટી શાંત થઈ જાય.” એલું સમન્વય નહીં :
શ્રી. પૂજાભાઈ : “સિયા પંથના બેજાએ મૂળે લોહાણુ હતા, આગાખાનના પંથમાં હિંદુધર્મનાં તો મિશ્રિત છે. પણ આ સમન્વય અને ગાંધીજીના સમન્વયમાં ઘણે ફર્ક છે. બાપુ પ્રભુચિંતન કરતા હોય ત્યારે સરહદના ગાંધી એક જ ઓરડામાં નમાઝ પઢતા હેય. બાપુની પ્રાર્થનામાં ગીતાના લોકે, વેદ વાકયો અને કુરાનની આયતે વંચાય એ અનેરૂ દ્રષ્ય છે. આક્રમણ, પ્રતિષ્ઠા કે લાલચ-ભયથી સર્વધર્મ સમન્વય થાય તેથી દહાડે ન વળે. સમન્વય મુશ્કેલ નહીં બને? :
પૂ. નેમિમુનિ : “પૂ. સંતબાલજીએ સવારે કહ્યું તેમ ઘણું ધર્મોએ તત્ત્વજ્ઞાન ઉપર, ઘણાએ કર્મકાંડ ઉપર તે ઘણાએ સદાચાર ઉપર જોર આપ્યું છે. ત્યાં બધા ધર્મોને સમન્વય મુશ્કેલ નહીં બને ? માનો કે દરેકે મૂળપુરુષ ભગવાન ઋષભનાથને માન્યા તે પણ મેળ શી રીતે થશે ? જૈનેના બધાય ફિરકાઓ બધા તીર્થકરોને માને છે છતાં મેળ કયાં પડે છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com