________________
[૩] સર્વ ધર્મ ઉપાસનાનાં પાસાંઓ
સર્વધર્મોપાસનાને જ્યારે ઉપલક દષ્ટિએ વિચાર કરીએ ત્યારે ઘણાને તે કઠણ અને અશકય લાગે છે પણ સર્વધર્મ ઉપાસના એટલે બધા ધર્મોમાં રહેલાં તની ઉપાસના, બધા ધર્મસંસ્થાપકો પ્રત્યે આદર અને સર્વ ધર્મોમાં પેસેલાં અનિષ્ટોનું સંશોધન; એમ અર્થ કરવા જઈએ ત્યારે તે સરળ અને શક્ય જણાય છે.
સમન્વયનાં બી બધા ધર્મોમાં છે. કેવળ વિશાળતા કેળવી તેને જોવાની જરૂર છે. હિંદુધર્મના પ્રખ્યાત “મહિમ્ન સ્તોત્રમાં કહ્યું છે –
रुचीनां वैचित्राजु कुटिल नाना पथजुषां ।
नृणामे को गम्यस्त्वमसि पयसामर्णव इव ।। –સીધા કે વાંકા, અનેક માર્ગો પરથી વહેનારી નદીઓ છેવટે જેમ દરિયાને જઇને મળે છે. તેમ જ જુદી જુદી રુચિઓના કારણે વાંકાચૂંકા અનેક માર્ગોથી ગમન કરવા છતાં અમારું લક્ષ્ય શિવ તરફકલ્યાણ તરફ હેય !
આપણામાંથી કોઈને એક આચાર વિશેષ પસંદ હોય તો તે એને ઉપયોગ કરે પણ તેના કારણે અન્ય આચારવાળા સાથે તેણે લડવું તે ન જ જોઈએ. તેમ જ નાની નાની બાબતોના મતભેદોને લઈને અલગ સંપ્રદાય તે ન જ બનાવો જોઈએ. તે ઉપરાંત પણ આચારવિચારનું એવું છે કે કોઈને સાફો પસંદ છે તે કોઈને ટોપી, તે ઘણા ઉઘાડા માથે રહેવું પસંદ કરે છે. એવું જ જટા વધારવી; પીળા, સફેદ કે ભગવા વસ્ત્ર પહેરવાં; મૂતિ પૂજવી કે ન પૂજવી; જ્ઞાનમાર્ગે કે અનુભવમાર્ગે જ્ઞાન મેળવવું. આ બધાં સાધ્યને પ્રાપ્ત કરવા માટેના જુદાં જુદાં સાધને છે. આ બધાની પાછળ ધ્યેય એક જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com