________________
સાધનાના માધ્યમથી દૂર કરી શકાશે. આમ શરીરસંપર્કને પણ આત્માના પરમ ધ્યેય માટે ઉપયોગી બનાવી શકાય.
: “આત્મા” કેવળ એકલો નથી, પણ વિશ્વના અનેક આત્માઓ સાથે સંકળાયેલો છે. એટલે લોકસંપર્ક આવે છે. ઘણા લોકો પોતાના જ વિચાર અને આચારોને મળતા હોય છે. આવાની સાથે આત્મપ્રીતિ થવી સહજ છે. આ બધા એક આચાર વિચારના લોકો સહધમી થશે અને સાથે મળીને ચિંતન કરશે એટલે તે એક સંપ્રદાય બનશે.
સમાન ધર્મના લોકોના આવા સંપ્રદાયો ઘણા થયા. હિંદુધર્મમાં શૈવ, વૈષ્ણવ, શાક્ત, સ્વામીનારાયણુ, બ્રહ્મસમાજ, આર્યસમાજ, કબીરપંથી, દાદૂ૫થી વગેરે મળીને લગભગ દેઢ ભેદ ગણાવી શકાય. તેના પેટા ભેદે માટે તે તેત્રીસ કરોડ દેવતાને મૂકવામાં આવ્યા છે.. ઈસ્લામ ધર્મમાં પણ સિયા, સુની, સફી, ખેજા, મેમણ, વેરા વગેરે ભેદ છે. બૌદ્ધ ધર્મમાં હીનયાન અને મહાયાન સિવાય અલગ અલગ ભઠે પ્રકારે અલગ અલગ દેશોના ભેદ છે. જૈનધર્મમાં શ્વેતાંબર – દિગંબર મુખ્ય બે ભેદ. અને તેના પણ મુખ્ય ઉપભેદ તરીકે વેતાંબરમાં મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરહપથી છે. એમનાં પણ પિટા સંપ્રદાય ઘણા છે. દિગબરોમાં પણ અલગ અલગ પડ્યો છે. ખ્રિસ્તી ધર્મમાં રોમન કેથેલિક, પ્રોટેસ્ટંટ અને પ્રીટેરિયન એવા ભેદે અને તેમાં પણ ચર્ચા પ્રમાણે શાખાઓ છે. પારસીધમનું જો કે વધારે ખેડાણ થયું નથી.
હવે દરેક ધર્મના આટલા બધા સંપ્રદાયો અને પરસ્પર વિરોધી બાબતો જોતાં કોને સારા ગણવા અને કોને નરસા ! એક જ સંપ્રદાયના લોકો વચ્ચે જ્યારે આટલો બધે ફરક લાગે છે, ત્યારે સ્વધર્મ ઉપાસક આ બધાને કઈ રીતે સમન્વય કરે ? * આ બાબતમાં ઊંડાણથી વિચાર કરશું તે જણાશે કે જ્યારે ધર્મમાં સંશોધન થતું નથી અને એક વસ્તુની અતિ થાય છે ત્યારે કોઇ સત્યને લઈને અલગ વિચારકને સમુહ ઊભો થાય છે અને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com