________________
ત્રણ તત્ત્વ ચેતનને લગતાં તરવે છે. ઉપરની ધમની વ્યાખ્યા પ્રમાણે આત્માને સ્વભાવ આત્મભાવ છે. એટલે ધર્મને સાધક તેનાં જ તોમાં રમણ કરશે. તે બીજા તને ગૌણ કરશે. કદાચ પ્રમાદવશ, કષાયવશ, ભૂલવશ, કે અન્ય કોઈ કારણવશ તે બીજા તના પ્રવાહમાં ચાલ્યો જશે તો પણ ત્યાંથી પાછો ફરશે–પ્રતિક્રમણ કરશે. એ માર્ગની નિંદા, ગુહા અને પ્રાયશ્ચિત કરી શુદ્ધ સ્વત્વમાં (સ્વભાવ) આવશે.
આ ત્રીજી વ્યાખ્યા પ્રમાણે, માણસ અન્યને દુઃખી જેઈને કે પિતાને દુઃખ આપતા જોઈને; તે બધાને સમભાવે રહેશે. બીજા માટે ઘસાઈ છે અને સ્વધર્મ-આત્મધર્મમાં લીન રહેશે. તે પિતાને ઉત્સર્ગ કરી, ગમે તેવા આત્માઓના ઉદ્ધાર માટે બધું કરી છૂટશે. તે દરેક પ્રાણીમાં રહેલ પિતાના જેવા ચૈતન્યત્વને સાક્ષાત્કાર કરી આત્મીયતા સાધશે અને “આત્મવત્ સર્વભૂતેષુ” વહેવાર કરશે. ટુંકમાં તે આત્મસ્વરૂપમાં સ્થિર થવાને પ્રયત્ન કરશે. એ જ એને ધર્મ હશે. જગતના ધર્મોનું વર્ગીકરણ :
આ પ્રમાણે ધર્મની ત્રણ વ્યાખ્યાઓ થઈ –(૧) નીતિ (૨) સદાચાર (૩) સ્વરૂપ સાધન–યોગ. આ ત્રણેય વ્યાખ્યાઓના આધારે જગતના સર્વ ધર્મોનું વર્ગીકરણ આ રીતે થઈ શકે :-(૧) નીતિપ્રધાન, (૨) સદાચારપ્રધાન, (૩) સ્વરૂપસાધના-(ગ) પ્રધાન. આ વર્ગીકરણ કરવાને મુખ્ય આશય તો દરેક ધર્મને એના સાચા સ્વરૂપમાં તે ક્યા આધારે છે તે જાણવું એ જ છે. તેમનું દરેકનું પિતપોતાનું મહત્વ અને સ્થાન છે. માથાથી જોઈએ તે પગ નીચે આવે અને પગથી જોઈએ તો માથું છેલ્લુ આવે એ જ આ કમ અંગે સમજવાનું છે.
જે સમયે દેશ, કાળ, પરિસ્થિતિ અને પાત્ર પ્રમાણે નીતિ ઉપર જેર આપવાની જરૂર લાગી ત્યારે ધર્મની વ્યાખ્યા નીતિપ્રધાન કરવામાં આવી, પણ જ્યાં નીતિને વિકાસ થઈ ચૂક્યો હતો ત્યાં એનાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com