________________
૨૭
વિવિધધમ અને વિધાભાસ :
સત્ય તે બધા ધર્મોમાં એક જ છે, તે પછી આટલા બધા ધર્માનું શું કામ છે? એમ કાઈ કહી શકે છે! એના ઉત્તર તે દેશ, કાળ, પરિસ્થિતિ અને પ્રકૃતિ છે. તે મુજબ અલગ અલગ પ્રકારની વૃત્તિવાળા લેાકેાને અલગ અલગ પ્રકારે ધર્મનાં વિધાને સૂચવવામાં આવ્યા છે. એક જ રોગના અમૂક અમૂક શ્રેણિએ પહોંચેલા દર્દીઓ માટે વૈદ્ય અલગ અલગ દવા અને અનુમાન સૂચવે છે તેવી-જ રીતે ધર્મનું છે. તે લેાકેાના વિવિધ તત્ત્વાને દૂર કરે છે.
જ્યારે બધા ધર્મના મૂળ તત્ત્વોમાં આટલું બધુ સામ્ય હોય છે. ત્યારે તેના નામે પરસ્પર વિરોધ શા માટે જાય છે? જેમકે હિંદુ અને મુસ્લિમ ધર્મોને કદિ પણ ન અે. મિયાં-મહાદેવને મેળ ન જામે ! આવે વિરેશ્વ એક પ્રકારની આંધળી ધર્મ-ધેલાતે જ આભારી છે. અલગ અલગ પ્રકૃતિ-રુચિ અને પરિસ્થિતિવાળા દર્દીઓને વૈધ અલગ અલગ દવા આપે છે તો તે વ્યાજબી જ કરે છે. તે માટે કોઈ એને અયેાગ્ય નહી કહે. એવું જ ધર્મોનુ છે. તે દેશ, કાળ, રુચિ અને ચેગ્યતા પ્રમાણે સમાજના અલગ અલગ ધેારણે રહેલાં અનિષ્ટરૂપી દ દૂર કરવા માટે જ છે. જે જે સમાજમાં જે પ્રમાણે રેગા હશે તેને તે પ્રમાણમાં દૂર કરવા માટે ધર્મો પ્રયત્ન કરવા માટે જ રચાય! છે, રેગેાની ભિન્નતાથી ચિકિત્સામાં ભિન્નતા આવવી સ્વાભાવિક છે; પણ એ વિભિન્નતા જોઈ તે વિરોધની કલ્પના કરવી, એ બરાબર નથી.
જ્યાં ધર્મને સાચી રીતે સમજ્યું ઢાય ત્યાં આવે! દુરાગ્રહ કે દ્વેષ હેાઇ શકે જ નહીં. સત્યાર્થી અને મુમુક્ષુને તે સત્ય સાથે સબંધ છે. તેના નામે ચાલતા વેશ, જિલ્લા કે અમૂક ક્રિયાકાંડા સાથે સબંધ નથી, કોઈ માટલી ઉપર (6 આટલા શેર ગેાળ 'ની કાપલી ચોંટી છે. પણ જો ગાળ હશે તેા જ એની કીંમત થશે. કારી કાપલી લગાડવાથી કીંમત નહીં થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com