________________
આગળની ભૂમિકા રૂપે સદાચાર પ્રધાનધર્મ બતાવવામાં આવ્યો. જ્યાં સદાચાર આવી ગયું હતું ત્યાં સ્વરૂપ સાધના પ્રધાન ધર્મ લોકોને બતાવવામાં આવ્યો. આમ ધર્મોને ક્રમ અને વિકાસ સમજવું જોઈએ.
નીતિપ્રધાન ધર્મો રૂપે ઈસ્લામધર્મ, ખ્રિસ્તી ધર્મ અને જરથોસ્તીધર્મને ગણાવી શકાય. વૈદિક ધર્મ નીતિની સાથે સદાચાર પ્રધાન છે. બૌદ્ધધર્મ નતિ, સદાચારની સાથે તત્ત્વજ્ઞાનપ્રધાન છે. જ્યારે જૈનધર્મ નીતિ, સદાચાર અને તત્ત્વજ્ઞાન સાથે આત્મયોગ પ્રધાન છે.
નીતિપ્રધાન ધર્મોમાં કુટુંબ, જાતિ, કોમ કે રાષ્ટ્રગત વિચાર સવિશેષ રૂપે કરવામાં આવે છે. તે પ્રમાણે પલકમાં દુર્ગતિ ન મળે, આ લોકમાં કુટુંબ, જાતિ કે રાષ્ટ્રનું પતન ન થાય અને તેથી કરીને સ્વર્ગ ભળે એ દષ્ટિ મુખ્યત્વે રહેલી હોય છે. તે માટે નીતિના પાલન ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યું.
સદાચાર પ્રધાન ધર્મોમાં અહિંસા, સત્ય, ન્યાય વગેરે સદાચારો અને તે સંબંધી ક્રિયાકાંડ ઉપર વધારે જોર આપવામાં આવ્યું છે. આવા સદાચાર પ્રધાન ધર્મો માનવસમાજનું શ્રેય સાધવા સુધી જ અટકીને રહ્યા.
પણ, આત્મસ્વરૂપ પ્રધાન–-ગપ્રધાન ધર્મો છે, તેમાં નીતિ અને સદાચાર એ બંનેને વેગ આત્માના સ્વરૂપ સાથે જોડવામાં આવ્યા છે. તેથી તે દરેક પ્રાણીમાં વિલસતા ચૈતન્યની સાથે પોતાની આત્મીયતા છે. તેના ઉપર વિશેષ ધ્યાન આપવાનું અને સમષ્ટિ સુધી આત્મીયતા સાધવા માટે કહે છે.
જગતમાં જે જે ધર્મો પેદા થયા તે વખતે ત્યાંની પરિસ્થિતિ જુદી જુદી હતી. તે પ્રમાણે તેની રચના કરવામાં આવી. પણ બધામાં મૂળ તત્ત્વ ધર્મ તે હતું જ. જેમ માટીને જુદા જુદા ઘાટ ઘડાય છતાં બધામાં માટી તત્ત્વ રહેલું છે. ધજાઓ જુદી જુદી હોય પણ એમાં વિહેતું વાયુતત્ત્વ તે એક જ છે. ઘર જુદાં જુદાં હોય પણ એમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com