________________
ધમક
ર૩ઃ
નંબર, ભેદથી જ ચાલે છે. ધંધાઓમાં, અમલદારામાં. ઓફિસે માં, સંસ્થાઓમાં, તથા દાતારના ફેટાઓ અને બાવલાંઓને ગોઠવવામાં વર્ગો અને અનુક્રમ રાખવામાં આવે જ છે, ત્યારે માત્ર ધાર્મિક બાબતેમાં જ એ ભેદ ટાળી દેવાની વાતે કેમ કરવામાં આવે છે?
એવી વાતે પાછળ ગાઢ અજ્ઞાન અથવા ગુરુ સ્વાર્થ સમાયેલું છે. એ સ્વાથ કોઈ પણ પ્રકારના ધર્માચરણમાથી છટકવાની બારી મેળવવા પૂરતું જ છે. પરંતુ એ રીતે ધર્માચરણમાંથી છટકબારી મેળવનારાઓનું ભવિષ્ય સારૂં નથી.
પ્રશ્નો ધર્મનું સત્ય સ્વરૂપ શું?
ઉત્તર૦ ધર્મના સ્વરૂપમાં અનેક મતમતાંતર છેકેઈ કહે છે કે વેદમાં જ કરવાનું કહ્યું છે તે કરવું, એ. ધર્મ છે. કોઈ કહે છે કે સ્મૃતિમાં જે કરવાનું કહ્યું છે, તે કરવું, એ ધર્મ છે. કોઈ કહે છે કે પુરાણમાં જે કરવાનું કહ્યું છે, તે કરવું, એ ધર્મ છે. એ રાતે કેઈ ગીતા, તો કઈ ભાગવત, કેઈ કુરાન, તે કઈ બાઈબલ, એમ ભિન્ન ભિન્ન શાસ્ત્રોની ભલામણ કરે છે અને એમાં બતાવ્યું હોય તે પ્રમાણે વર્તવું, એ ધર્મ છે, એમ પ્રતિપાદન કરે છે. શ્રી જૈનશાસ્ત્રોએ. એ માટે જે નિર્ણય આપે છે, તે નીચે મુંજબ છે –
વવાદ-વિઝાધાથવિતા मैन्यादिभावसयुक्त, तद्धर्म इति कीर्त्यते ॥१॥