________________
૧૪૮
ધર્મ-કહા
છે. જીહુવેન્દ્રિયની સાર્થકતા પ્રશંસા કરવા લાયકની પ્રશંસામાં છે. વિવેકબળની સાર્થકતા ત્યાગ કરવા લાયકને ત્યાગ કરવામાં છે. તથા મન, વચન અને કાયા, એ ત્રણેની, સાર્થકતા આચરવા લાયકને આચરવામાં છે. જેઓ મનુષ્યદેહ પામીને પણ નહિ સાંભળવા લાયકને સાંભળે છે, અપ્રશંસનીયને પ્રશંસે છે, અકર્તવ્યને કરે છે તથા કર્તવ્ય પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ ધારણ કરે છે, તેઓ શ્રોત્ર, આહવા, બુદ્ધિ કે મન-વચન-કાયાને ભયંકર દુરુપયેગ કરે છે અને સ્વ–પરના આત્માને અનર્થની ભયંકર ખાઈમાં અનન્તકાળ માટે ધકેલી દે છે.
અનાદિ અનન્ત સંસારમાં એક ભવમાંથી અન્ય ભાવમાં ભટકતા અને એક દેહને છોડી અન્ય દેહને ધારણ કરતા જીવને એક મોક્ષમાર્ગને છોડીને કેઈ એવી વસ્તુ નથી, કે જે અનેક વાર પ્રાપ્ત થઈ ચૂકી ન હોય. મોક્ષમાર્ગ નહિ પ્રાપ્ત થવાનું કારણ જીવની ભવાભિનંદિતા છે. ચરમ પુદ્ગલ પરાવતની પ્રાપ્તિ પહેલાં તે જીવની એ ભવાભિનેન્દિતા નાશ પામતી જ નથી, એ ભવાભિનંદિતાના પ્રતાપે એને ભવ જેટલો વહાલું લાગે છે, તેટલી એ. ભવમાંથી છૂટકારો અપાવનારી વસ્તુઓ વહાલી લાગતી નથી.
ભવાભિનન્દી આત્મા સંસાર અને સંસારના પદાર્થોમાં એટલે લુબ્ધ રહે છે કે એને એ લુબ્ધતાના પરિણામે સહન કરવી પડતી અનંત યાતનાઓ અને દુખપરંપરાઓ પણ ગભરાવી શકતી નથી. સંસારના લેભમાં તે એટલે