________________
માનવ કર્તવ્ય
૧૫૦
આદિનું ઉલ્લંઘન કરવું, ઉબણ ભેગો ભોગવવા કે લક્ષમીને અધાર્મિક કાર્યોમાં ઉડાઉપણે વ્યય કરે, સાધુજનને કષ્ટ આપવું કે તેમના ઉપર આવી પડેલ કષ્ટનું છતી શકિતએ નિવારણ ન કરવું, એ વર્તમાન જમાનાના તેવા પ્રકારના લેકેને વિરોધ કરવા ચોગ્ય કાર્યો ન પણ લાગતાં હોય, તે પણ “શાàાએ તેવા કાર્યોને જે લોકવિરુદ્ધ તરીકે ગણાવ્યાં હોય, તે તેને પ્રાણુને પણ નહિ આચરવાં એ શ્રી જિનમતના અનુયાયીઓની ફરજ થઈ પડે છે.
એથી વિરુદ્ધ શ્રી જિનેપદિષ્ટ સદનુષ્ઠાને, જેવાં કે-શ્રી જિનપૂજા, ગુરુસેવા, દાન, શીલ, તપ, સામાયિક, પૌષધ, તીર્થયાત્રા, રથયાત્રા, દેશવિરતિગ્રહણ, સર્વવિરતિગ્રહણ, એ વતમાન વાતાવરણમાં ઘડાયેલ તેવા પ્રકારના લેકેના માનસને વિરોધપાત્ર પણ દેખાતાં હોય તે પણ તે સદનુષ્ઠાને શ્રી જિનમતના સાચા ઉપાસકોને પ્રાણને ત્યાજ્ય કરતાં નથી કિન્તુ એવા વિરોધ વખતે મકકમપણે એ તારક અનુષ્ઠાનોને સ્વયં આચારમાં ઉતારવાં, બીજાઓ પાસે ઉતરાવવા અને એની સામે આવતા પ્રત્યેક હુમલાએને પિતાનાં સઘળા સામર્થ્યથી પ્રતિકાર કરો, એ કર્તવ્ય રૂપ થઈ પડે છે