________________
વારસો
* જેમ જાનવરે પિતાના જીવને કાંઈ “વિચાર કરતું નથી અને એમને એમ મરણ પામે છે, તેમ મનુષ્ય પણ આત્મજીવનને કાંઈ પણ વિચાર કર્યા સિવાય જ મરણ પામે, તે તેનું જીવતર પણ ધૂળ છે. મનુષ્ય જે કુટુંબમાં જન્મે છે, તે આખા કુટુંબની ચાકરી કરે છે, કુટુંબના દરેક માણસેના જાતજાતના વૈભવ પૂરા કરાવવા માટે પોતાના દેહને ઘસી નાખે છે, હજારે રૂપીઆ મેળવે છે, કુટુંબને માતબર બનાવે છે, પણ જ્યારે સંસાર છોડી પરલોક જાય, છે, તે વખતે તેના જીવનની કેટલી કિંમત રહે છે? તેને બદલામાં શું મળે છે? જિંદગીભરનું અનાજ અને કપડાં લતાં સિવાય શું? કાંઈ જ નહિ. માટે જ જ્ઞાનીઓ કહે છે કે મનુષ્યની ઉત્તમતા આત્મભાવના પર અવલબેલી છે.
હીરા ને કોલસામાં ફરક હોય તો માત્ર પ્રકાશનો છે, જે કેલસે તેજસ્વી છે, સુંદર પ્રકાશ આપે છે, તે હીરે છે. અને જે કેલસે કાળો છે, તેને લેકે કેલસે કહે છે. તે જ પ્રમાણે પશુઓમાં અને મનુષ્યમાં આત્મા એક જ છે. પરતુ આત્મા જે આત્મભાન ન મેળવે તો તેને દેહ મનુષ્યને હવા છતાં તે પશુ છેઃ જે ઘડી એ, આત્મા અને કર્મનું ભાન મેળવે છે, તે જ ઘડીયે તે સાચે મનુષ્ય બને છે.
પ્રશ્ન. સાચે સંસી કોણ?
ઉત્તર –જેને મનપયતિ–મનના પુદ્ગલે પરિણુમાવવાની તાકાત છે, તે સંસી છે. એ તાકાત જેને નથી તે ૧૪