________________
વારસો
૨૦૭
જે ઇન્દ્રિયેના આધારે વધારે ઓછી બુદ્ધિનું માપ નીકળી શકતું હોય, તે મનુષ્ય કરતાં પશુ કઈ પણ રીતે ઉતરતું નથી. પિતાને અમુક વસ્તુને સ્પર્શ થ છે, એ -પશુઓ ઝડપથી પારખી શકે છે. માલિકના સ્પર્શથી આનંદ પામે છે, ખાટકીને સ્પર્શથી કં૫ પામે છે. છતાં માણસ ઉત્તમ છે, અને પશુ નહિ, એનું શું કારણ?
જેની પાસે વધારે ચાંદી હોય, વધારે સેનું હેય, વધારે મેતી હોય, વધારે જવાહર હેય, વધારે જંગમ કે સ્થાવર મિલક્ત હોય, એ સન્માનને પાત્ર ગણાય છે, તે વ્યાજબી નથી. માણસ એ દ્રવ્યથી જ જે સન્માનને પાત્ર હોય તો એ હીરા અને એ મેતી વગેરે તો તેથી પણ અધિક સન્માનને પાત્ર હોવા જોઈએ. પરંતુ એ બધી વસ્તુઓ તો જડ છે. અવસરે આત્માને જરા જેટલી પણ ઉપયોગી થઈ શકતી નથી. મરણ આવીને ઊભું રહે, ત્યારે હીરા અને મોતીને ભંડાર તે મરણને અટકાવી શકતો નથી. આગ લાગી હોય ત્યારે સુવર્ણના ભંડારથી શાંત કરી શકાતી નથી. તૃષા લાગી હોય ત્યારે મોતીના હાર તૃષાને છિપાવી શક્તા નથી અગર ખારા પાણીને મીઠું બનાવી શક્તા નથી.
શ્રીમંતને જે માન અપાય છે, તેમાં મૂળ વસ્તુને ભૂલી જવાય છે અને બહારના દેખાવ ઉપર માહિત થઈ જવાય છે. શ્રીમંત માણસમાં પણ જે માણસાઈને એક અંશ પણ ન હોય, આત્મભાનને લેશ પણ પ્રગટયો ન હોય, પ્રતિદિવસ ગમે તેવા પાપ કર્મો કરવા માટે લેશ