Book Title: Dharm Shraddha
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankarsuri

View full book text
Previous | Next

Page 262
________________ ૨૫૪ ધર્મ-શ્રદ્ધા બીજી રીતે જોતાં જીવ માત્રમાં આત્મહત્વ સરખું છે, છતાં નર, પશુ આદિ દેહવૈચિવ્ય જણાય છે, તેનું કારણ પણ તેવું જ જોઈએ. માતાપિતાદિ દુષ્ટ હેતુઓ જ તેનાં કારણે છે, એમ કહેવું એ ઠીક નથી, કારણ કે-દષ્ટ હેતુ સમાન હોવા છતાં સુરૂપ, કુરૂપદિ દેતવૈચિત્ર્ય પણ પ્રત્યક્ષ દેખાય છે. તે પણ કારણ વિના થવું અશક્ય છે. શુભ દેહની પ્રાપ્તિ એ પુણ્ય યા ધર્મનું કાર્ય છે અને અશુભ દેહની પ્રાપ્તિ એ પાપ યા અધર્મનું કાર્ય છે, એમ માન્યા સિવાય કોઈને પણ ચાલે તેમ છે જ નહિ. જેમ કાર્યાનુમાનથી ધર્મ-અધર્મની સત્તા પ્રત્યક્ષ થાય છે તેમ “કારણનુમાનથી પણ ધર્મ અધર્મની સત્તા પ્રત્યક્ષ થાય છે. ક્રિયા માત્ર કાંઈને કાંઈ ફળ આપનારી છે જ, એ પણ આ વિશ્વને એક અવિચળ નિયમ છે. આ જગતમાં પ્રાણુઓ દ્વારા બે વિરુદ્ધ પ્રકારની ક્રિયા થઈ રહેલી સ્પષ્ટ દેખાય છે. કેટલાક દાનાદિ શુભ ક્રિયાઓમાં રક્ત હોય છે અને કેટલાક હિંસાદિ અશુભ ક્રિયાઓમાં રકત હાય છે. કૃષિ વગેરે ક્રિયાનું ધા નિષ્પત્તિ આદિ દઈ ફલ દેખાય છે, તેમ દાનાદિ અને હિસાદિ ક્રિયાનું પણ દઈ કુલ દેખાય છે. પરંતુ એ દષ્ટ ફલ એકાંતિક કે આત્યંતિક નથી. -દાનાદિ કરનારને કાતિ આદિ દષ્ટ ફલ મળે છે અને કેટલીક વાર નથી પણ મળતું અને કેટલીક વાર વિપરીત પણ ભળે છે,

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269