________________
૨૫૬
ધર્મશ્રદ્ધા
નજરે દેખાય છે તેમ તેના સ્વરૂપને નિશ્ચય કરાવનાર સાબિતીઓ પણ આ જગતમાં પ્રત્યક્ષ ગોચર થાય જ છે. ધર્મ– અધર્મ કે પુણ્ય-પાપ એ આત્મધર્મ રૂપ છે.
આત્મા એ સ્વસંવેદન પ્રત્યક્ષ સિદ્ધ તત્વ છે. સારી નરસી અનેક પ્રકારની લાગણીઓ આત્મામાં થયા જ કરે છે. કોઈ વાર આત્મા રાગયુક્ત બને છે, તે કઈ વાર શ્રેષયુક્ત બને છે. કોઈવાર હર્ષયુક્ત દેખાય છે, તે કઈ વાર વિષાદચુક્ત જણાય છે. એ પ્રમાણે કેઈવાર ક્ષમાવાન તે કોઈવાર ક્રોધી, કેઈવાર માનયુક્ત તે કેઈવાર વિનયી, કેઈવાર માયાયુક્ત તે કેઈવાર સરળ સ્વભાવી, કેઈવાર તૃણાવાન તે કઈવાર સંતોષીએમ અનેક પરિવર્તન થતાં આત્મામાં પ્રત્યક્ષ અનુભવાય છે.
ભિન્ન ભિન્ન નિમિત્તો દ્વારા થતાં આત્માના આ ભિન્ન ભિન્ન પરિવર્તને એ જ નિશ્ચયથી ધર્મ–અધર્મનું સ્વરૂપ છે. ક્ષમા–મૈત્રી આદિ ભાવે એ ધર્મનું સ્વરૂપ છે અને ક્રોધદ્વેષાદિ ભાવે એ અધર્મનું સ્વરૂપ છે.
ધર્મના અસ્તિત્વને સિદ્ધ કરનાર કારણે, કાર્યો અને સ્વરૂપની જેમ હયાતિ પ્રત્યક્ષ સિદ્ધ છે, તેમ તેનાં ફલને જણાવનાર સુખ, લાખ અને તેને ભોગવવાનાં સારા નરસાં સ્થાનેની હયાતિ પણ દુનિયામાં પ્રત્યક્ષાદિ પ્રમાણેથી સિદ્ધ છે. આગમ પ્રમાણ તે એ વાતનું ખૂબજ સમર્થન કરે છે. ઉત્કૃષ્ટ પુણ્યનું ફલ વર્ગ છે, ઉત્કૃષ્ટ પાપનું ફલ નરક છે, અને સર્વથા પુણ્ય પાપથી રહિત અવસ્થા એ મોક્ષ છે,