________________
અંતિમ-કથન
૨૫
એમ શ્રી જિનાગમ જોરશોરથી પ્રતિપાદન કરે છે. અને ધર્માધર્મને વાસ્તવિક નિર્ણય કરવાનું આખરી સાધન પણ તે જ છે. આપ્ત પુરુષનાં વચન સ્વરૂપ આગમ, એને અનુસરતી યુક્તિ અને જેને પ્રત્યક્ષ અનુભવ, એ સર્વ એ રીતે એકી અવાજે ધર્મ અને તેનાં ફલની હયાતિને સિદ્ધ કરે છે.
એ ધર્મને ધર્મશાસ્ત્રકારોએ અનેક ઉપમાઓ વડે પ્રશં છે. ધર્મને માતા, પિતા, વમળ્યું, સવામી, ગુરુ અને મિત્રાદિની ઉપમાઓ શાસ્ત્રમાં આપી છે. જેમ કે – ધર્મ એ માતાની જેમ ઉત્તમ ગતિમાં જન્મ આપે છે, પિતાની જેમ અગ્નિ, જળ આદિની આપત્તિઓથી રક્ષણ કરે છે, બધુની જેમ ઘોર પાપકર્મ કરનાઓને પણ દુર્ગતિમા પડતાં બચાવી લે છે, સ્વામીની જેમ નિગોદાવસ્થા જેવી શુદ્ર અવસ્થામાંથી દેવેન્દ્રોને પણ પૂજ્ય એવી ઉચ્ચ અવસ્થાએ પહોંચાડે છે, ગુરુની જેમ એકેન્દ્રિયાદિમાં જઘન્ય ચેતના ધારણ કરનારને પણ કેવળજ્ઞાનાદિ અસાધારણ ગુણે પમાડે છે, અને મિત્રની જેમ સદા સાથે રહીને અનેક પ્રકારના આનંદ, કલેલ અને સુખનાં સાધનો પૂરાં પાડે છે.
બાહ્ય કે આંતર શત્રના પરાભવ વખતે ધર્મ એ બખ્તરનું કાર્ય કરે છે, જડતારૂપી શૈત્યને ઉછેદ કરવા માટે ધર્મ એ સૂર્યના આતપનું કાર્ય કરે છે અને મિથ્યાત્વાદિ પાપના મર્મ સ્થાનેને ભેદવા માટે ધર્મ એ અદ્વિતીય ફૂલ અને ૧૭