________________
અંતિમ-કથન
ર૫૯
એ માટે આવા પુસ્તકની પણ આજકાલ ઉપયોગિતા છે. આ પુસ્તકનું વાંચન એમાં ચચેલા વિષયેનું પ્રતિપાદન કરનાર મહાન શાસ્ત્રગ્રન્થને ભણવાની અને તે ન બની શકે તે છેવટે અધિકારી આત્માઓના મુખથી શ્રવણ કરવાની જિજ્ઞાસાને પણ ઉત્પન્ન કરે, તે પણ શ્રમ સફળ થયે લેખાશે.
ધર્મ કર એ જુદી વાત છે અને શ્રદ્ધાપૂર્વક ધર્મ કરે એ જુદી વાત છે. શ્રદ્ધહીન ધર્મ કરનાર કરતાં ધર્મ પ્રત્યે શ્રદ્ધા ધારણ કરનાર કર્મવશાત ધર્મ ન કરી શકે તે પણ ઘણું આગળ છે. આત્મા પરકાદિ પદાર્થોનું સમ્યજ્ઞાન શ્રદ્ધા સ્થી શરીરના પ્રાણસમાન છે. એના સમ્યજ્ઞાન વડે જ શ્રદ્ધા નિર્મળ થાય છે અને શ્રદ્ધા સહિતની ક્રિયા એ જ મુક્તિરૂપી પરમ ફલની પ્રાપ્તિમાં પ્રધાન હેતુ છે, એમ સમજી સૌ કેઈ ધર્મ પ્રત્યેની શ્રદ્ધાને સુદઢ બનાવવાના પ્રયત્નમાં તલ્લીન, તન્મય અને તદ્રુપ બની જાઓ. "शिवमस्तु सर्वजगतः,
परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं,
सर्वत्र सुखी भवतु लोकः ॥१॥"