________________
અંતિમ-કથન
૨૫.
આચન્તર કારણે–પુણ્ય-પાપ, ધર્મ અધર્મ–કે શુભાશુભ કર્મ સિવાય બીજા કોઈ જડે તેમ નથી. કેઈ એને દૈવા કહે છે તે કે એને ભાગ્ય કહે છે, કેઈ એને પ્રારબ્ધ કહે છે તે કોઈ એને ઈશ્વરદત્ત કહે છે, અથવા કઈ એને ભગવાનની લીલા કહે છે, કિન્તુ સૌ કોઈને કોઈ પણ નામથી સુખઃખનાં કારણ રૂપ એક અતીન્દ્રિય સત્તાને સપ્રમાણુ સ્વીકાર કરે જ પડે છે.
અંકુરનું કારણ જેમ બીજ છે, તેમ સુખ–દુઃખ રૂપી અંકુરનું કારણભૂત બીજ માનવું જ જોઈએ. અને એ બીજને જ ભિન્ન ભિન્ન દર્શનકારોએ ભિન્ન ભિન્ન નામેથી સંબોધેલું છે. પ્રમાણુશાસ્ત્રને સમજનાર કોઈ પણ દર્શનકાર તેને ઈન્કાર કરી શક્યું નથી. જૈન શાસ્ત્રકાએ તેને શુભાશુભ કર્મની સંજ્ઞા આપેલી છે. સુખ-દુઃખનાં કારણભૂત એ કર્મબીજનું સ્વરૂપ સ્પષ્ટતયા સમજાવવા માટે આજે પણ જૈન દર્શનમાં, જગતની સર્વશ્રેષ્ઠ ભાષામાં લખાયેલું, લાખે કલેક પ્રમાણુ સાહિત્ય હયાતિ ધરાવે છે.
સુખ, દુઃખ અને જગત–વૈચિત્ર્યના પ્રત્યક્ષ અનુભવ ઉપરથી ફલિત થતાં કર્મરૂપી અષ્ટ કારણ સુધી સૌ કોઈ બુદ્ધિમાનને પહોંચવું જ પડે છે. શાસ્ત્રીય પરિભાષામાં એને કાર્યાનુમાન” કહેવાય છે. ધૂમ દર્શનથી અગ્નિનું અનુમાન, એ જેટલું સોય છે, તેટલું જ સત્ય સુખદુઃખ રૂપી કાર્ય દર્શનથી તેના કારણભૂત પુ–પાપ અને ધર્મ–અધર્માદિનું અનુમાન કરવું તે છે.