________________
ધર્મ-શ્રદ્ધા
૨૦૬
પૈસા ઉપર છે. પૈસા ઉપર નેહ શખવાની આ વૃત્તિ ભય કર ભૂલ ભરેલી છે.
લેકેએ મનુષ્યના વૈભવને નહિ પણ મનુષ્યને માન આપતાં શીખવું જોઈએ. મનુષ્યમાં માનને પાત્ર મનુષ્યત્વ છે નહિ કે તેને શૈભવ કે ઈન્દ્રિયેને વિલાસ. ઈન્દ્રિયને વિલાસ તે જેમ મનુષ્યમાં હોય છે, તેમ પશુઓમાં પણ હોય છે. મનુષ્યને જેમ સ્વાદ પ્રિય છે, તેમ પશુઓને પણ છે. વાડ આંબાને જ કરવી પડે છે, લીંબડાને નહિ, એક પણ ચીજ નહિ છોડનાર ઊંટ પણ તમાકુના ખેતરમાં ચરવા જતું નથી.
અમુક વસ્તુ ખાવી કે ન ખાવી, તેનો વિવેક જેમ મનુષ્યમાં છે, તેમ પશુઓમાં પણ છે. બન્નેને પાંચ ઈન્દ્રિય છે. સુધા આદિ વિકારે બન્નેને સરખાં છે. અને મરણના ભયથી ડરે છે. ટાટું, ઊનું, લીસું, ખરબચડું, મનુષ્ય અને જાનવર બનેને સમજાય છે. સુન્દર દેખાવવાળી વસ્તુઓ બન્નેને ગમે છે. સંગીતને સુન્દર શબ્દ બન્નેને પસંદ આવે છે. કડ, કઠેર કે કર્કશ શબ્દ બનેને ગમતું નથી. કામ ક્રોધાદિ (ઈન્દ્રિય અને મનના વિકારે) બનેને સરખા છે. બન્નેમાં બુદ્ધિ રહેલી છે. પશુઓ ઝેરી પદાર્થોને સુંઘવા માત્રથી પરખી લે છે. એ શક્તિ માણસોમાં નથી. સિંકાપર રહેલી વસ્તુ ખારી છે, ખાટી છે, કે મીઠી છે, તે મનુષ્ય નજરે જોયા કે ચાખ્યા વિના પારખી શકતે નથી, જ્યારે કીડી એક ઝપાટામાં પારખી કાઢે છે.