________________
ધર્મ-શ્રદ્ધો
એક દિવસ જરૂર તેના પારને પામે છે. કેલમ્બસ બીજી દુનિયા જેવાનાં સ્વપ્ન સેવતો હતો અને તેણે તેની શેધ પણ કરી. બુદ્ધ સંપૂર્ણ શાંતિ અને કલક વિનાની સુંદર દુનિયા જેવાની ધારણું ધારતો હતો અને તે પ્રમાણેની આધ્યાત્મિક દુનિયામાં તેણે પ્રવેશ કર્યો. માટે જો તમે તમારા આદર્શ પ્રત્યે વફાદાર રહેશે, તો તે તમારા મનોરથ પૂરા થશે.
માણસની હલકી જાતિની ઈચ્છાઓ સફળતાને પામે તથા શુદ્ધ અને ઉચ્ચ કેટિની ઈચ્છાઓને નિષ્ફળતા મળે, એવું કદી બની શકે છે? નહિ જ. કુદરતના કાનુનમાં એ એક તરફી કાયદા હેઈ શકતો જ નથી. તમે ભવિષ્યમાં કેવા થવાના છે, તે તમારા આદર્શ ઉપરથી કહી શકાય તેમ છે. મહાન કાર્યો અમુક વખતને માટે સ્વપ્ન જેવાં જ હોય છે, પરંતુ સ્વને એ સાચી વસ્તુસ્થિતિનાં બીજ છે.
તમારા ઊંચા વિચારની સામે પ્રતિકૂળ સંગે પણ લાંબે વખત નહિ ટકી શકે. તેને માટે એક યુવકનું દષ્ટાંત છે. એક કારખાનામાં તે યુવકને ઘણા વખતથી મજૂરી કરવી પડે છે. તેણે કઈ જાતિની કેળવણું પણ પ્રાપ્ત કરી નથી, પરન્તુ તે સારા વિચારેને સેવે છે અને મનમાં પોતાના જીવન માટેની આદર્શ સ્થિતિની કલ્પના કરે છે. આથી સ્વતંત્રતા તરફ તેનું મન ખેંચાય છે. પોતાની ફુરસદને અલ્પ સમય પણ તે પોતાની શક્તિને ખીલવવામાં કાઢે છે. થોડા વખતમાં જ તે, શરીરથી વસ્ત્ર દૂર કરવામાં આવે છે તે રીતિ