________________
૨૫
વિચાર અને વર્તન પોતાના જ છે પણ બીજા કોઈના નથી. તેમાં પરિવર્તન પણ પોતે જ લાવી શકે તેમ છે. તેના સાગ, સુખ, દુઃખ વગેરેને કર્તા પણ પોતે જ છે. જેવા તેના વિચારે છે, તે જ તે છે. ઘણા લોકોનું કહેવું છે કે–અમુક માણસ જુલ્મી છે એટલે બીજાઓ ગુલામી ભગવે છે, માટે જુલમી માણસને ધિક્કાર જોઈએ.”
બીજા કેટલાકનું એમ કહેવું છે કે “ઘણું લેકે ગુલામ છે એટલે તેઓ ઉપર અમુક માણસ જુલ્મ કરી શકે છે, માટે ગુલામેને તિરસ્કાર કરે.”
વસ્તુતઃ જુમી માણસ અને ગુલામે અજ્ઞાનપણે પણ પરસ્પરના સહાયક છે. સાચી રીતિએ બન્ને પક્ષે પોતાને જ નુકસાન કરી રહ્યા છે અને તેથી બને દયાપાત્ર છે. જેણે નબળાઈને જીતી છે અને સ્વાર્થને છોડ છે, તે આ અનેથી જુદું જ પડે છે અને તે જ સ્વતંત્ર છે.
આ વિશ્વ પણ લોભી, અપ્રામાણિક તથા ગુણહીનને સહાય કરતું નથી. પછી ભલે ઉપરથી સહાય કરતું દેખાતું હિય! વાસ્તવિક રીતિએ પ્રામાણિક માણસને જ તે સહાય કરે છે. સઘળાય જ્ઞાનીઓએ આ વસ્તુને ભિન્ન ભિન્ન સ્વરૂપે જાહેર કરેલ છે અને તેની સત્યતાને પુરો જેને જોઈને હોય, તેણે કેવળ પોતાના વિચારને સુધારીને ગુણિયલ બનવું જોઈએ.
ઊંચા આદર્શ ઊંચા વખસેવનારાઓ જગતના રક્ષક છે. જે માણસ પોતાના હૃદયમાં ખૂબ ઊંચા આદર્શને ધરી રાખે છે, તે