________________
૨૪૮
ધર્મ-શ્રદ્ધા
વધુ શાંત બને છે, તેમ તેમ તેની સફળતા અને શક્તિ વધતી જાય છે. સંસારમાં પણ તે જ માણસ આબાદી ભેગવે છે, કે જે પિતાના મન ઉપર કાબુ રાખે છે અને જેને સ્વભાવ બીજાઓને અનુકૂળ હોય છે.
શાંત માણસને સૌ કેઈ ચાહે છે. તે માણસ ગરમીમાં છાયાવાળા વૃક્ષ સમાન છે. મનની શાંતિ, એ સંસ્કૃતિની પરાકાષ્ઠા છે, જીવનનું પુષ્પ છે, આત્માનું ફળ છે, ડહાપણ જેટલું કિંમતી છે અને તેના કરતાં પણ અધિક ઈચ્છવા રોગ્ય છે.
લક્ષ્મીને ગુલામ શાંત માણસની અપેક્ષાએ કેટલે તુચ્છ છે? પિતાના ખરાબ સ્વભાવથી તે કેટલાય લેકે પિતાના જીવનને ખાટાં બનાવે છે તથા જીવનની મધુરતાનો નાશ કરે છે. દુનિયાને બહોળે ભાગ સારા વિચારના અભાવે આ રીતિએ દુઃખી થઈ રહે છે.
માટે વિચારના શિખર ઉપર તમારા હાથને દઢ રીતિએ ધારી રાખે અને આત્મા રૂપી વહાણમાં માલિક સૂતે છે, તેને જગાડે. આત્મિક સંયમ એ બળ છે, વિચાર એ માલિક છે અને શાંતિ એ શક્તિ છે. માટે તમારા હૃદયને ઉદ્દેશીને કહે કે “હે હૃદય! તું શાંત થઈ જા!” અથવા શાંતિને ઉદ્દેશીને કહો કે “હે શાંતિ ! તું સ્થિર થઈ જા !!”